ગોધરા જિલ્લાના ટૂવા ગામ નજીક ગુડ્સ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યુ, જાનહાનિ ન થતાં હાશકારો


  • Published By :
  • Published Date : 2023-07-13 16:11:53

ગોધરા તાલુકાના ટુવા નજીક ગુડ્સ ટ્રેનનું લોકોમોટીવ પાટા પરથી ઉતરી ગયું હતું. આણંદથી ગોધરા તરફ આવી રહેલી ગુડ્ઝ ટ્રેન ટુવા સ્ટેશન ખાતે લૂપ લાઈન પર ઊભી હતી, જે દરમ્યાન એકાએક ટ્રેન દોડવા લાગી હતી અને લૂપ લાઇનના ડેડ એન્ડ પર પહોંચી ગઈ હતી. વહેલી પરોઢના સાડા ચાર વાગ્યે બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.


મોટી જાનહાનિ ટળી 


ગુડ્સ ટ્રેનનું લોકોમોટીવ પાટા પરથી ઉતરી જતા રેલવે વિભાગની રેસ્કયું વાન સહિતની પશ્ચિમ રેલવે વિભાગની રાહત ટીમ આવી પહોંચી હતી, લૂપ લાઈન પર માટીમાં ખૂંપી ગયેલા લોકોમોટિવની આસપાસથી માટી દૂર કર્યા બાદ અન્ય લોકોમોટીવ દ્વારા ઉતરી ગયેલા લોકોમોટીવને ખેંચવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ઘટના દરમિયાન કોઈ જાનહાનિ ન થતાં રેલવે વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.






વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...