સરકાર વિરોધી કર્મચારી આંદોલનો તીવ્ર બન્યા, રાજ્ય સરકારની ઉંઘ હરામ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 12:49:14

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE 


ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ સરકાર વિરોધી આંદોલનો તીવ્ર બની રહ્યા છે. કર્મચારી સંગઠનોના આંદોલનોએ રાજ્ય સરકારની ઉંઘ હરામ કરી દી ધી છે. સરકારે વિવિધ કર્મચારીઓની માંગણીઓના નિવારણ માટે મંત્રીઓની સમિતિ બનાવી હોવા છતાં પણ કોઈ પરિણામ આવી શક્યુ નથી.આજે પાટનગર ગાંધીનગરમાં વન રક્ષકો, વર્ગ ૪ ના કર્મચારીઓ, આંગણવાડી અને તેડાગર બહેનો, VCE તથા આરોગ્ય કર્મીઓ, પૂર્વ સૈનિકો આંદોલન કરી રહ્યા છે. કિસાન સંઘ પણ પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદ્દતના ધરણા કરી રહ્યા છે. જૂની પેન્શન યોજના ન મળતા  2005 પછી ભરતી થયેલા સરકારી કર્મચારીઓ બેઠક કરશે. કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો હોવાથી સત્યાગ્રહ છાવણી મેદાન આજે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.


વન રક્ષકો ગાંધીનગરમાં ઉમટ્યા


કર્મચારીઓએ સરકાર વિરૂદ્ધ મોરચો માંડતા આજે રાજ્યભરમાંથી વન રક્ષકો ગાંધીનગર પહોંચ્યા છે. જેઓ ભરતી, બઢતી તેમજ નોકરીનો સમય ફિક્સ કરવા સહિત રજા પગારની માંગણી કરી રહ્યાં છે. તદુપરાંત નવ રક્ષક 2800 ગ્રેડ પેની માંગ કરી રહ્યાં છે જ્યારે વનપાલ 4200 ગ્રેડ પેની માંગ કરી રહ્યાં છે.


ચોથા વર્ગના કર્મચારીઓ પણ મેદાનમાં ઉતર્યા


ચોથા વર્ગના કર્મચારીઓએ પણ પોતાની પડતર માંગણીઓને લઈ રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો છે. વિવિધ માંગણીઓને લઈને કર્મચારીઓ આજે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરશે. નિયમિત ભરતી અને જૂની પેન્શન યોજના સહિતની માંગોને લઈને કર્મચારીઓ વિરોધ કરશે. 7માં પગારપંચના ભથ્થાનો લાભ અને વય નિવૃત્તિની ઉંમર વધારવાની માંગને લઇ તેઓ વિરોધ કરશે. આઉટ સોર્સના વર્ગ 4ના કર્મચારીને કાયમી કરવાની માંગ સાથે પણ તેઓ વિરોધ કરશે.


VCE કર્મચારીઓની કરાઈ અટકાયત


ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી મેદાન ખાતે VCE કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં એકત્રિત થયા છે.  VCE કર્મચારીઓ પોતાની માંગણીઓ સાથે અડગ છે. ઉગ્ર આંદોલન કરી રહેલા VCE કર્મચારીઓની પોલીસે આખરે અટકાયત કરી હતી.


આરોગ્ય કર્મીઓ 43 દિવસથી હડતાળ પર


આરોગ્ય કર્મીઓ તેમની પડતર ત્રણ માંગણીઓ માટે ધરણા પ્રદર્શનો કરી રહ્યા છે. સરકાર દ્વારા રચાયેલી સમિતિની આજે ફરી આરોગ્ય કર્મચારીઓના આગેવાનો સાથે બેઠક થશે. મહત્વનું છે કે, ગત સપ્તાહે મળેલી સમિતિ સાથેની બેઠક નિષ્ફળ રહી હતી. ત્રણ માંગણીઓ પર આરોગ્ય કર્મીઓ છેલ્લા 43 દિવસથી હડતાળ પર છે.


નિવૃત્ત આર્મી જવાનો બન્યા આક્રમક


નિવૃત્ત આર્મી જવાનો પણ છેલ્લા ઘણા દિવસોથી તેમની પડતર પ્રશ્નોને લઈને ગાંધીનગરમાં વિરોધ કરી રહ્યા છે. નિવૃત્ત જવાનો પોતાના મેડલ સરકારને પરત કરશે. મહત્વનું છે કે, નિવૃત્ત જવાનોએ રવિવારે રાજ્યપાલ સાથે પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. તેઓની ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથેની બેઠક નિષ્ફળ થઈ હતી. ત્યારે હવે નિવૃત્ત જવાનો મેડલ પરત કરીને પોતાનો વિરોધ નોંધાવશે.


નિવૃત્ત આર્મી જવાનોની માંગણી શું છે?


શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 1 કરોડની સહાય

શહીદ સૈનિકના દીકરા અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી

શહીદના પરિવારને રાજ્ય સરકાર તરફથી પેન્શન

ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્માકર

શહીદ સ્મારકમાં માજી સૈનિકો માટે આરામ ગૃહની વ્યવસ્થા

વર્ગ-1 અને વર્ગ-4 સુધીની નિમણૂક વખતે માજી સૈનિકોને અપાતા અનામતનો ચુસ્ત અમલ

માજી સૈનિકને પરિવારના જીવનનિર્વાહ માટે ખેતીની જમીન આપવાના નિયમનો ચુસ્ત અમલ

રહેણાક માટે પ્લોટની ફાળવણીના નિયમનો ચુસ્ત અમલ

કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ્દ કરીને સરકાર દ્વારા સીધી માજી સૈનિકની નિમણૂકની જોગવાઈ

હથિયાર લાયસન્સ રિન્યુ કરવા અને નવા લાયસન્સ લેવા તાત્કાલિક કાર્યવાહી

માજી સૈનિકના સામાજિક પ્રશ્નોને અગ્રતા આપી તાત્કાલિક નિરાકરણ

સેનાની નોકરીનો સમય ગાળો પુનઃ નોકરીમાં સળંગ ગણી પગાર રક્ષણ

ગુજરાત સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી

સરકારી નોકરીમાં રહેઠાણ નજીક નિમણૂક

ઉચ્ચ અભ્યાસમાં માજી સૈનિકના બાળકોને અનામત

માજી સૈનિકના બાળકોના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવો

માજી સૈનિકને વ્યવસાય વેરામાંથી મુક્તિ


કેટલા કર્મચારી સંગઠનો ધરણા કરી રહ્યા છે? 


રાજ્યના વિવિધ કર્મચારી સંગઠનો તેમની પડતર માંગણીને લઈને દેખાવો કરી રહ્યા છે, હવે સવાલ એ થાય છે કે ખરેખર કેટલા કર્મચારી સંગઠનો સરકાર સામે આંદોલનો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ આંદોલનનો આંકડો સામે આવ્યો છે. હાલ ગુજરાત સરકાર સામે કુલ 31 કર્મચારી સંગઠનો આંદોલનો કરી રહ્યા છે.


સોશિયલ મીડિયા પર આંદોલનોનો આંક 


1. શિક્ષકોનું OPS આંદોલન 2. પોલીસકર્મીઓનું ગ્રેડ પે આંદોલન 3. વનરક્ષકોનું આંદોલન 4. કિસાન આંદોલન 5. વિદ્યાસાહયક ભરતી આંદોલન 6. ટેટ પરીક્ષા માટેનું આંદોલન 7. તલાટી ભરતી આંદોલન 8. આંગણવાડી કાર્યકર આંદોલન 9. VCE આંદોલન 10.હોમગાર્ડના પગાર વધારા માટે આંદોલન10. GISF પગાર વધારાનું આંદોલન 11. આઉટ્સોર્સીંગ કર્મચારીઓનું આંદોલન 12. આશા બહેનોનું આંદોલન 13. તલાટી કર્મીઓનું આંદોલન 14. શિક્ષણ મહાસંગઠનું આંદોલન 15. બેરોજગાર ઉમેદવારોનું આંદોલન 16. મોંઘવારી વિરોધ આંદોલન 17. માલધારી આંદોલન 18. PASS નું આંદોલન19. અનામતનું આંદોલન20. અનામત બચાવો આંદોલન21. પેપર કૌભાંડ માટે આંદોલન22. કંડક્ટર મિત્રોનું આંદોલન23. ખરાબ રસ્તા માટે આંદોલન24. ગૌચર માટે આંદોલન25. આદિવાસીઓના હક માટે આંદોલન. 26. સમગ્ર શિક્ષા ના કરાર આધારિત કર્મચારીઓનું આંદોલન 27.જાતિ પ્રમાણપત્રો માટે આંદોલન 28.રહેમરાહે નોકરી માટે આંદોલન 29. પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારી (MPHW/FHW, MPHWS/FHWS) ટેક્નિલ ગણવા માટે આંદોલન. 30.કોર્ટ કેસ વાળા મશીન મંગલમ નરેગા ડીસ્મુ ગ્રામ સેવકો વિસ્તરણ અધિકારીઓ કે જેઓ કોર્ટ આધારિત રક્ષિત છે તેઓની માંગણી નું આંદોલન. 31. આરોગ્ય વિભાગના નેશનલ હેલ્થ મિશન અર્તગત કરાર આધારિત કર્મચારીઓનુ સમાન કામ સમાન વેતન, જોબ સિક્યુરીટી તથા બેઝ પે અને ઈક્રીમેન્ટના વધારા અંગે આંદોલન

    




આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.