ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર તેમજ બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા છે. અમદાવાદના રસ્તાઓ જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે ભગવાનના દર્શન કરી અનેક ભક્તો ભાવ વિભોર થઈ જતા હોય છે. ઘણા એવા લોકો હોય છે જે મંદિરમાં દર્શન કરવા નથી જઈ શક્તા. ત્યારે ભક્તોને દર્શન આપવા ભગવાન સ્વયં અષાઢી બીજના રોજ સામે ચાલીને આવે છે. ભગવાનના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ત્યારે ભગવાનના દર્શન કરવા વ્હીલચેર પર બેસી દાદીમાં આવ્યા હતા. જમાવટની ટીમે તેમની સાથે વાત કરી હતી.
Rathyatraમાં આવા ભક્તોની ભક્તિ જોઈને જ ભગવાન સામે ચાલીને દર્શન આપવા આવે છે! #RathYatra2023 #jamawat #Jagganath #RathYatraAhmedabad #india #jayranchod #jagganathpuri #festival #jamawat #jamawatupdate pic.twitter.com/dusLk3eulB
— Jamawat (@Jamawat3) June 20, 2023
વ્હીલચેર પર બેસી ભગવાનના કર્યા દર્શન!
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી છે. ભગવાનની એક ઝલક માટે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. દર્શન માટે બાળ, યુવાન, વૃદ્ધ સૌ કાઈ આવ્યા છે. જે લોકો મંદિરમાં ન જઈ શક્તા હોય તેમને દર્શન આપવા ભગવાન સામેથી આવે છે. ત્યારે ભગવાનના દર્શન કરવા વ્હીલચેર પર બેસી દાદીમાં આવ્યા હતા. જ્યારે જમાવટની ટીમે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે તેઓ ઘણાં વર્ષોથી જગન્નાથજીની રથયાત્રામાં આવે છે. તબિયત સારી ન રહેવાને કારણે તેઓ વ્હીલચેર પર બેસીને ભગવાનના દર્શન કરવા આવ્યા છે.