ટ્વિટરમાં એલોન મસ્કે કર્યો મોટો ફેરફાર! ટ્વિટરની ઓળખાણ બની ગયેલી ચકલીના લોગોને બદલી નાખ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-04 08:49:25

જ્યારથી એલોન મસ્ક ટ્વિટરના નવા સીઈઓ બન્યા છે ત્યારથી ટ્વિટરમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. મસ્ક દ્વારા લેવામાં આવતા નિર્ણય અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ટ્વિટરના લોગોને બદલી દેવામાં આવ્યો છે. જી હા, ટ્વિટર પર વાદળી રંગમાં દેખાતી ચકલીની જગ્યાએ હવે ડોગી જોવા મળશે. મતલબ કે હવે ટ્વિટરના લોગો પર જોવા મળતી ચકલીની બદલીમાં હવે ડોગી જોવા મળશે. એલોન મસ્કના આ નિર્ણયથી અનેક યુઝર્સ હેરાન થઈ ગયા છે.

 


એલોન મસ્કે ટ્વિટરનો લોગો કર્યો ચેન્જ! 

કંપનીનો લોગો કંપનીની ઓળખાણ સમાન બની જતો હોય છે. લોગો કંપનની ઓળખાણનો પર્યાય બની જતો હોય છે. લોગો જોઈ આપણને કંપની યાદ આવતી હોય છે. લોગો મહત્વની ભૂમિકા ભજવે છે. વાદળી રંગમાં આવતી ચકલી ટ્વિટરનો લોગો હતી. આ લોગોથી યુઝર્સ ટ્વિટરને ઓળખતા હતા પરંતુ એલન મસ્ક દ્વારા ટ્વિટરનો લોગો બદલી દેવામાં આવ્યો છે. હવેથી એક ડોગી ટ્વિટરનો લોગો બન્યો છે. ઉલ્લેખનિય છે કે ડોગીનો ફોટો જોવા મળતા યુઝર્સ અચાનક અચંબિત થઈ ગયા હતા. હેરાન થઈ ગયા હતા.     


મોબાઈલ એપમાં કોઈ ફેરફાર નથી કરાયો 

એલોન મસ્ક દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી. મસ્કે ટ્વિટ કરી હતી જેમાં એક પોલીસ કર્મચારી પણ દેખાય છે. કારની ડ્રાઈવીંગ સીટ પર એક કૂતરો બેઠેલો દેખાય છે અને તે ટ્રાફિક પોલીસને પોતાનું ડાઈવિંગ લાઈસન્સ બતાવે છે. ડ્રાઈવિંગ લાઈસન્સમાં વાદળી રંગના પક્ષીનો ફોટો હોય છે. જે બાદ ડોગી કહી રહ્યો છે આ મારો જૂનો ફોટો છે.  જે ડોગીને લોગો તરીકે વાપરવામાં આવ્યો છે તેનો ઉપયોગ મીમમાં થતો હોય છે. મહત્વનું છે કે ટ્વિટરે મોબાઈલ એપમાં કોઈ ફેરફાર નથી કર્યા. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?