ટેસ્લાના CEO ઈલોન મસ્ક અને પોલેન્ડના વિદેશ મંત્રી રાડોસલો સીકોર્સ્કી વચ્ચે યુક્રેનની સેનાને ઈન્ટરનેટ આપવાને લઇને પ્લેટફોર્મ X પર ઉગ્ર બોલાચાલી થઇ છે . હાલમાં યુક્રેનની સેનાને ઈલોન મસ્કની કંપની સ્ટારલિંક ઈન્ટરનેટ આપી રહી છે . જોકે હવે આ વિવાદમાં પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક અને US ના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબીઓ પણ કૂદી પડ્યા છે . તો આવો જાણીએ શું છે આખો મામલો?
ઈલોન મસ્કે ગયિકાલે જ રશિયા - યુક્રેન યુદ્ધને લઇને પ્લેટફોર્મ X પર એક ટ્વીટ કરી હતી . જેમાં તેમણે લખ્યું હતું કે ,
"હું રશિયન પ્રમુખ પુતિનને યુક્રેન સાથે વન ટુ વન યુદ્ધ કરવા માટે ચેલેન્જ આપું છું . મારી સ્ટારલિંક સિસ્ટમ એ યુક્રેનિઅન સેનાનું બેકબોન છે . જો મારુ નેટ બંધ થઇ જાય તો , યુક્રેનિઅન સેનાની ફ્રન્ટલાઈન પડી ભાંગશે . હું એક વસ્તુથી કંટાળી ગયો છું જે છે આ યુદ્ધ તેમાં વર્ષોથી કત્લેઆમ ચાલુ છે અને યુક્રેનનું હારવું પણ નિશ્ચિત છે . માસના લોચે લોચા બનાવતું યુદ્ધ હવે અટકવું જોઈએ . માટે હવે શાંતિ થવી જોઈએ . "

આમ ઈલોન મસ્કે આ ટ્વીટ થકી બેઉ રશિયા અને યુક્રેનને શાંતિની અપીલ કરી છે .
ઈલોન મસ્કની આ ટ્વીટ બાદ તરત જ પોલેન્ડના વિદેશ મંત્રી , રાડોસલો સીકોર્સ્કી એ સ્ટારલિંકના ઈન્ટરનેટને લઇને પ્રતિક્રિયા આપી હતી . જેમાં તેમણે લખ્યું છે કે , " યુક્રેન માટે સ્ટારલિંકનો ઈન્ટરનેટ આપવા માટેનો ખર્ચ એ પોલેન્ડના ડિજિટાઇઝેશન ખાતા દ્વારા આપવામાં આવે છે . જે વાર્ષિક $ ૫૦ મિલિયન ડોલરનો છે . જો આ જ રીતે તમે યુક્રેનને ઈન્ટરનેટ બંધ કરવાની ધમકી આપતા રહેશો તો , અમે કોઈ બીજા ઈન્ટરનેટ પ્રોવાઇડર વિશે વિચાર કરીશું . "

પોલેન્ડના વિદેશ મંત્રી રાડોસલો સીકોર્સકીની આ ટ્વીટ બાદ , તો એલોન મસ્કે ફરી એક ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો જેમાં તેમણે લખ્યું છે કે , " ઓ નાના માણસ શાંત થઇ જાઓ , તમે તો ખાલી ખર્ચનો ખુબ નાનો ભાગ જ ચૂકવો છો . સ્ટારલિંકનો કોઈ જ વિકલ્પ નથી . "

આ પછી ઉગ્ર વિવાદમાં US ના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબીઓની એલોન મસ્કના સમર્થનમાં પ્લેટફોર્મ X પર પ્રતિક્રિયા સામે આવી હતી જેમાં તેમણે લખ્યું છે , " ખાલી ખાલી વાતોના વડા ના કરો . યુક્રેનને કોઈ પણ સ્ટરલિન્કની ઈન્ટરનેટ સેવા બંધ નથી થવાની . ઉપરાંત સ્ટારલિંકના ઈન્ટરનેટ વગર યુક્રેન ક્યારનું રશિયા સામે હારી ગયું હોત અને રશિયા આજે પોલેન્ડ સરહદે ઉભું હોત . "

આ પછી પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક , પોતાની સરકારના વિદેશ મંત્રી રાડોસલો સીકોર્સ્કીના સમર્થનમાં આવ્યા હતા , તેમણે પ્લેટફોર્મ X પર ટ્વીટ કરતા લખ્યું છે કે , " સાચી નેતાગીરી એ છે કે જેમાં પાર્ટનર અને સાથીઓનું નબળા માટે માન જળવાય . અભિમાન કયારેય ના કરો . મિત્રો આ વિષય પર વિચાર કરો . "

ઉપરોક્ત તમામ ટ્વીટ એક વસ્તુ સાફ દર્શાવે છે , યુરોપ અને અમેરિકા વચ્ચે રશિયા - યુક્રેન યુદ્ધને લઇને ખાઈ વધી રહી છે .
વાત કરીએ સ્ટરલિન્કની તો તેના CEO ઈલોન મસ્ક છે . આ કંપનીનો મુખ્ય હેતુ દુર્ગમ પહાડી , રણ કે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ઈન્ટરનેટ પહોંચાડવાનો છે . યુક્રેન માટે સ્ટારલિંકનું ઈન્ટરનેટ ખુબ જ મહત્વનું છે . તો તમારું ઈલોન મસ્કની વાત પર શું માનવું છે કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો .
જો તમે અમને યૂટ્યૂબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો .