એલોન મસ્ક જ્યારથી ટ્વિટરના સીઈઓ બન્યા છે ત્યારથી ટ્વિટર પર અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ટ્વિટરની કમાન સંભાળતા જ ટ્વિટર માટે એવા અનેક નિર્ણયો લીધા જેને કારણે તેઓ ચર્ચામાં રહ્યા છે. ત્યારે એલોન મસ્કે ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી જેને લઈ હાલ ચર્ચા થઈ રહી છે. એલોન મસ્કે લખ્યું કે તેઓ ટ્વિટરના સીઈઓનું પદ છોડવા જઈ રહ્યા છે. નવા સીઈઓ આગામી 6 અઠવાડિયામાં ટ્વિટરની કમાન સંભાળશે. ટ્વિટરના નવા સીઈઓ કોણ હશે તેની જાણકારી આપી નથી નામ જાહેર નથી કર્યું.
એલોન મસ્ક સીઈઓ પદ છોડશે!
ટ્વિટરના સીઈઓનું પદ એલોન મસ્ક ટૂંક સમયમાં છોડવાના છે. આ અંગેની માહિતી ટ્વિટર પર તેમણે આપી હતી. ટ્વિરમાં તેમણે જણાવ્યું કે ટ્વિટરની આગામી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એક મહિલા હશે. પણ કોણ હશે તેની જાણ તેમણે કરી નથી. મહત્વનું છે કે જ્યારથી એલોન મસ્ક ટ્વિટરના સીઈઓ બન્યા છે ત્યારથી ટ્વિટરમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. અનેક એવા નિર્ણયો લીધા છે જેને કારણે તેઓ હમેશાં ચર્ચામાં રહે છે. બ્લુ ટીકને હટાવી દીધી હતી. ઉપરાંત Paid Subscription જેવા અનેક નિર્ણયો લીધા હતા.
એલોન મસ્ક દ્વારા ટ્વિટરમાં કરાયા અનેક ફેરફાર!
ટ્વિટર દ્વારા મળતી સુવિધામાં વધારો કરવામાં આવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના વેરિફાઈડ યુઝર્સને એન્ક્રિપ્ટેડ ડાયરેક્ટ મેસેજની વહેલી સુવિધામ મળશે. બ્લુ ટીક ઉપરાંત ગોલ્ડન અને બ્રાઉન ટીકની સુવિધા શરૂ કરવામાં આવી છે. ઉપરાંત અનેક કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ઉપરાંત અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્ર્મ્પનું એકાઉન્ટ પણ ફરી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે જોવાનું એ રહ્યું કે એલોન મસ્ક બાદ ટ્વિટરની કમાન કોને મળે છે?