ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે આ જિલ્લાના ખેડૂતોને પણ મળશે 10 કલાક વીજળી


  • Published By :
  • Published Date : 2023-08-31 22:15:50

રાજ્યના ખેડૂતો (Farmers)ના હિતમાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી મળશે. ઓગસ્ટ મહિનામાં વરસાદ (Rain) ખેંચાતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. જેથી ખેડૂતોએ એવી માગ કરી હતી કે, હાલમાં જે 8 કલાક વીજળી મળે છે તેના બદલે 10 કલાક વીજળી આપવામાં આવે. રાજય સરકારે પાક બચાવવા ખેડૂતોની ચિંતા કરી અને ગુજરાતના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્રના ભાવનગર, પોરબંદર, ગીરસોમનાથ, બોટાદ, મોરબીના ખેડૂતોને 2 સપ્ટેમ્બરથી વીજળી મળશે. રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યુ છે કે,રાજ્યમાં પાછોતરો વરસાદ ખેંચાતા ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે રાજ્યના 14 જિલ્લાઓમાં ખેડૂતોના પાક બચાવવા 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. 


આ જિલ્લાઓના ખેડૂતોને પણ મળશે લાભ


ઊર્જા મંત્રી કનુ દેસાઈએ વધુમાં જણાવ્યું કે, 'વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતોની રજૂઆતો મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 14 જિલ્લાઓમાં કાર્યરત 10 કલાક ખેતીવાડી વીજળી ઉપરાંત ભાવનગર, પોરબંદર, ગીરસોમનાથ, બોટાદ તથા મોરબી જિલ્લાના ખેડૂતોનો પાક બચાવવા 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે જેની અમલવારી તા. 02.09. 2023થી કરાશે. આ ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં બાકી રહેતા જિલ્લાઓને પણ તા. 05.09.2023થી 10 કલાક વીજળી આપવાનો મહત્વનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.' ઉલ્લેખનિય છે કે અત્યાર સુધી કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, જૂનાગઢના ખેડૂતોને 10 કલાક વીજળીનો લાભ મળી રહ્યો છે.


કુંવરજી બાવળિયાએ કરી પાણીની જાહેરાત


રાજ્યના સિંચાઇ મંત્રી કુંવરજી બાવળિયાએ ખેડૂતોને નર્મદા, સુજલામ સુફલામ્ અને ડેમ દ્વારા પાણી આપવાની જાહેરાત કરી છે. પાણી અને વીજળી આપવામાં કપાસ, ડાંગર અને મગફળી વાળા વિસ્તારને પ્રાથમિકતા આપવામાં આવી છે. કુંવરજી બાવળિયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, નર્મદામાંથી આજથી પાણી છોડાશે. સુજલામ સુફલામ્ દ્વારા પાઇપ લાઈન નખાઈ છે ત્યાં પણ પાણી છોડશે, જે ડેમમાં 80 ટકા પાણી છે ત્યાં પાણી છોડવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ્માં પાણી અપાશે તથા ખંભાત અને તારાપુર વિસ્તારમાં પણ કડાણા ડેમમાંથી પાણી છોડાશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?