સરકારી વીજ ઉત્પાદન અડધું કરી, રૂ.12.12ના ભાવે ખાનગી કંપનીઓની વીજળીની ખરીદી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 17:28:09

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની વીજ ઉત્પાદન કંપનીઓ દ્વારા એપ્રિલથી સપ્ટેમ્બર 2022ના છ માસના ગાળામાં વીજળીનું ઉત્પાદન કુલ ઉત્પાદન ક્ષમતાના માત્ર 27 ટકા વીજળી ઉત્પાદન કરવામાં આવ્યું છે. બીજી તરફ આ જ છ માસના ગાળામાં યુનિટ દીઠ સરેરાશ રૂ. 12.12ના ભાવે ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદી છે. ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદવાનો મોકો મળે તે માટે ગુજરાત વીજ નિયમન પંચ પણ આ હકીકત સામે આખ આડા કાન કરીને ગુજરાતના 1.40 કરોડ ગ્રાહકોને અન્યાય કરી રહ્યા છે. ગુજરાતમાં 28,815 મિલિયન યુનિટ વીજળી પેદા કરવાની ક્ષમતા સામે માત્ર 12,2548 મિલિયન યુનિટ વીજળી પેદા કરવામાં આવી રહી છે. લિગ્નાઈટથી ચાલતા અને સૌથી સસ્તી વીજળીનો સપ્લાય આપવાને સક્ષમ અને 500 મેગાવોટની ક્ષમતા ધરાવતા બીએલટીપીએસના પ્લાન્ટમાં છેલ્લા છ માસના ગાળામાં સરેરાશ વીજ ઉત્પાદન 27ટકા જ રહ્યું છે. પરિણામે ગુજરાતના 1.40 કરોડ વીજ જોડાણધારકોને મોંઘી વીજળીનો બોજ વેંઢારવો પડી રહ્યો છે.


સરકારી કંપનીઓએ ક્ષમતા કરતા માત્ર 50 ટકા જ વીજ ઉત્પાદન કર્યું 


બીજી તરફ વણાકબોરી-8નો 800 મેગાવોટ અને ઉકાઈ-6નો 500 મેગાવોટના પ્લાન્ટ સસ્તી વીજળી પેદા કરવાની સક્ષમ હોવા છતાં તેમની કુલ ક્ષમતા સામે છેલ્લા છ માસમાં માત્ર 50 ટકા વીજળીનું જ ઉત્પાદન કરવામાં આવ્યું છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડને આ ગેરરીતિ બદલ કોઈ જ પૂછનાર નથી. ધુવારણ અને ઉત્રાણના પ્લાન્ટની અનુક્રમે 595 અને 375 મેગાવોટની ઉત્પાદન ક્ષમતા હોવા છતાંય એક યુનિટ પણ વીજળી તેમાં પેદા કરવામાં આવતી નથી.


એફપીપીપીએના ચાર્જ પેટે લૂંટ


ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા મોંઘી વીજળી ખરીદવામાં આવી રહી હોવાથી વીજગ્રાહકોને માથે યુનિટદીઠ એફપીપીપીએના ચાર્જ પેટે રૂ. 2.60 વસૂલી કરી શકે છે. તેમાંથી અત્યારે યુનિટદીઠ રૂ. 1.12ની વસૂલી કરવાની હજીય બાકી છે. 



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.