ચૂંટણી બોન્ડનો ડેટા ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાએ પોતાની વેબસાઈટ પર મૂકી દીધો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. વેબસાઈટ પર મૂકવામાં આવેલા આંકડા ચોંકાવનારા છે. અનેક કંપનીઓ રાજકીય પાર્ટી ચંદા મામા તરીકે ઉભરી છે. અહીં નોંધનીય વાત એ છે કે કંપનીનું જે લિસ્ટ બહાર આવ્યું છે તેમાં રિલાયન્સ, અદાણી, તાતા જેવી કંપનીઓનો સમાવેશ નથી. ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે દાન મળ્યું છે.
કઈ પાર્ટીને કેટલું દાન મળ્યું?
રાજકીય પક્ષોને મળેલા દાનની વાત કરીએ તો ભાજપને 6060 કરોડનું, તૃણુમુલ કોંગ્રેસને 1609 કરોડનું દાન મળ્યું છે જ્યારે કોંગ્રેસને 1421 કરોડનું દાન મળ્યું છે. તે ઉપરાંત બીઆરએસને 1214 કરોડ મળ્યા છે. તે ઉપરાંત બીજેડીને 775 કરોડ મળ્યા છે. ડીએમકેને 639 કરોડનું દાન મળ્યું છે. ડીએમકેને 639 કરોડનું જ્યારે YSR કોંગ્રેસને 337 કરોડનું દાન મળ્યું છે. ટીડીપીને 218 કરોડનું જ્યારે શિવસેનાને 158 કરોડનું દાન મળ્યું છે. આરજેડીને 72.5 કરોડનું દાન મળ્યું છે.
એસબીઆઈને સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આદેશ!
લોકસભા ચૂંટણી નજીક છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે અને આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી બોન્ડને લઈ ગેરમાન્ય માન્યા હતા. રદ્દ કરી દીધા હતા ચૂંટણી બોન્ડને. ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું અને એસબીઆઈને કડક આદેશ આપવામાં આવ્યો હતો. તે બાદ એસબીઆઈએ ચૂંટણી બોન્ડનો ડેટા સુપ્રીમ કોર્ટમાં જમા કરાવ્યો હતો અને તે બાદ ચૂંટણી પંચે તે ડેટાને પોતાની વેબસાઈટ પર મૂક્યું હતું. કઈ કંપનીએ કેટલાના ચૂંટણી બોન્ડ ખરીદ્યા તે અંગેની જાણકારી આપવામાં આવી. કઈ પાર્ટીનું નામ કેટલી વાર છે તે અંગેની માહિતી આપવામાં આવી છે.
ફરી એક વખત સુપ્રીમ કોર્ટે કાઢી એસબીઆઈની ઝાટકણી
મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા ફરી એક વખત એસબીઆઈની ઝાટકણા કાઢવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે દ્વારા પૂછવામાં આવ્યું કે શા માટે ચૂંટણી પંચને આપવામાં આવેલા ઈલેક્ટ્રોલ બોન્ડના ડેટામાં બોન્ડ નંબર નથી આપવામાં આવ્યો? મહત્વનું છે કે ચૂંટણી બોન્ડને લઈ જ્યારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી તે વખતે એસબીઆઈ દ્વારા સમય માગવામાં આવ્યો હતો. બેન્કને સમય આપવામાં આવે તેવી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી પરંતુ તે અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને ડેટા શેર કરવા આદેશ આપ્યો હતો.