Banaskanthaમાં ફરી યોજાશે ચૂંટણી, આ વખતે ધારાસભ્યએ રાજીનામું નથી આપ્યું,પરંતુ ધારાસભ્ય સાંસદ બની ગયા એટલે...! જાણો વિગતમાં


  • Published By :
  • Published Date : 2024-06-06 15:02:40

ગુજરાતને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.. લોકસભાની 26એ 26 બેઠકો ગુજરાતની ભાજપના ફાળે હતી.. બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેની ઠાકોરની ભવ્ય જીત થઈ છે. ગેનીબેન વાવના ધારાસભ્ય હતા. પરંતુ હવે તે દિલ્હી જશે. જેને કારણે વાવ વિધાનસભા માટે પેટા ચૂંટણી યોજાશે.. વાવના મતદાતાઓને ફરી એક વખત મત આપવો પડશે.. વિધાનસભાના ધારાસભ્યના રાજીનામાં બાદ છ મહિનાની અંદર પેટા ચૂંટણી યોજવી ફરજીયાત હોય છે.

ગેનીબેન ઠાકોરે રોક્યો ભાજપનો વિજય રથ

મંગળવારે લોકસભા ચૂંટણી માટેનું પરિણામ આવ્યું.. 26માંથી 25 બેઠકો ભાજપના ખાતામાં ગઈ જ્યારે એક બેઠક પર ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો.. ભાજપના નેતાઓને લાગતું હશે કે આ વખતે પણ 26એ 26 બેઠકો પર તેમના ઉમેદવારનો વિજય થશે પરંતુ બનાસની બેન એવા ગેનીબેને ભાજપના વિજય રથનો રોકી દીધો છે.. જે દિવસે પરિણામ આવ્યું તે વખતે સૌ કોઈની નજર બનાસકાંઠા બેઠક પર હતી. આ બેઠક પર ભાજપે તેમજ ઈન્ડિ ગઠબંધને મહિલા ઉમેદવારને ટિકીટ આપી હતી.. જ્યારે પરિણામ આવ્યું ત્યારે પણ રસાકસી જોવા મળી હતી.



બેન અને દીકરી વચ્ચે જામ્યો હતો ખરાખરીનો જંગ 

બનાસકાંઠા લોકસભા બેઠક એટલા માટે રસપ્રદ હતી કારણ કે બંને પાર્ટી દ્વારા મહિલાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ભાજપે ડો. રેખાબેન ચૌધરીને જ્યારે ઈન્ડિ ગઠબંધને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી હતી. પ્રચાર દરમિયાન એક એ પોતાને બનાસની બેન તરીકે પ્રસ્તાપિત કર્યા તો એક એ બનાસની દીકરી તીરકે પોતાને પ્રસ્થાપિત કર્યા. બનાસકાંઠામાં બેન અને દીકરી વચ્ચે જંગ જોવા મળ્યો હતો. ગેનીબેન ઠાકોરે લોકો પાસેથી ફંડ એકત્રિત કર્યું અને ચૂંટણી લડ્યા. ગેનીબેન ઠાકોરે ચૂંટણી વખતે માહોલ જબરદસ્ત બનાવ્યો હતો.. આ બેઠક પર ગેનીબેન ટફ ફાઈટ આપી શકે છે તેવું લાગતું હતું અને પરિણામ પણ એવું દેખાયું જ.


ધારાસભ્યમાંથી સાંસદ બન્યા ગેનીબેન... 

પરિણામો જ્યારે આવતા હતા અનેક બેઠકો એવી હતી જે એક તરફી હતી પરંતુ પાટણ  અને બનાસકાંઠા બેઠક એવી હતી જ્યાં ઉમેદવારો આગળ પાછળ થતા રહેતા હતા. કોઈ વખત ગેનીબેન ઠાકોર આગળ હોય તો કોઈ વખત રેખા ચૌધરી આગળ હોય, રસાકસી છેક સુધી જોવા મળી હતી.. અને અંતે ગેનીબેન ઠાકોરનો વિજય થયો. હવે તે ધારાસભ્યમાંથી સાંસદ બની ગયા છે. 


વાવ વિધાનસભા બેઠક માટે યોજાશે પેટા ચૂંટણી 

લોકસભાની ચૂંટણીમાં જીત મેળવતા તેમને ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપવું પડશે.. ધારાસભ્ય પદ પરથી તે રાજીનામું આપશે એટલે વાવ માટે પેટા ચૂંટણી યોજાશે. હવે પેટા ચૂંટણી માટે કોને ઉમેદવાર બનાવવા તેની ચર્ચા વિચારણા કરવામાં આવશે.. ઉમેદવારોને લઈ અટકળો લગાવવામાં આવી રહી છે.   



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.