છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છતાં 1995થી 2017 સુધી યોજાયેલી ચૂંટણીમાં સીટો ઘટી


  • Published By :
  • Published Date : 2022-11-08 20:03:25


ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં આ વખતે ભાજપ, કોગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. ચૂંટણીને લઈ રાજકીય વિશ્લેષણો શરૂ થઈ ગયા છે. ત્યારે સવાલ એ થાય છે કે 27 વર્ષના ભાજપના શાસનમાં લોકોનું સમર્થન કેવું રહ્યું છે?.


ભાજપની બેઠકો ઘટી


ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન રહ્યું છે પણ જો 1995થી 2017 સુધી યોજાયેલી તમામ વિધાનસભાની ચૂંટણી પર એક તટસ્થ વિષ્લેષણ કરીએ તો ભાજપની સીટો અને જનસમર્થન ઘટ્યું છે.


કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપનો દેખાવ


ભાજપને રાજ્યમાં સૌ પ્રથમ સત્તા વર્ષ 1995માં મળી હતી. કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપને 182માંથી 121 સીટો મળી હતી અને તે સમયે ભાજપનો વોટ શેર 42.51 ટકા હતો. જ્યારે કોંગ્રેસને માત્ર 45 સીટો મળી હતી અને તેનો વોટ શેર 32.86 ટકા રહ્યો હતો


1998ની વિધાનસભાની ચૂંટણી


વર્ષ 1998માં ભાજપની સીટો ઘટીને 117 થઈ ગઈ હતી. જો કે વોટ શેર વધીને 44.81 ટકા રહ્યો હતો. જ્યારે કોંગ્રેસની સીટો વધીને 53 થઈ હતી, અને વોટ શેર પણ વધીને 34.85 ટકા રહ્યો હતો.


મોદીના નેતૃત્વમાં કેવું રહ્યું ભાજપનું પર્ફોર્મન્સ?


કેશુભાઈ પટેલને હટાવીને ભાજપે નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ઓક્ટોબર 2001માં તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજયમાં ત્યાર બાદ વર્ષ 2002, 2007 અને 2012માં યોજાયેલી તમામ ચૂંટણી ભાજપે તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડી અને જીતી હતી તેમ છતાં તે પણ 2002 જેવો કમાલ કરી શક્યા ન હતા. 


ગોધરા કાંડ ભાજપ માટે ટર્નિંગ પોઈન્ટ


ગોધરા કાંડ ભાજપ માટે ટર્નિંગ પોઈન્ટ રહ્યો હતો. ગોધરા કાંડ પછી રાજ્યમાં જબરદસ્ત કોમી તોફાનો થયા હતા. રાજ્યમાં સર્વત્ર હિંદુત્વની લહેર હતી જેણે ભાજપની નૈયા પાર ઉતારી હતી.2002માં થયેલી ચૂંટણીમાં ભાજપને અત્યાર સુધી સૌથી વધુ 127 સીટો મળી હતી. વોટ શેર પણ વધીને 49.8 રહ્યો હતો.


પાટીદાર આંદોલનથી ભાજપને ફટકો


રાજ્યમાં પાટીદારોએ ઓબીસીમાં સમાવેશ કરવા માટે જ હાર્હિક પટેલના નેતૃત્વમાં આંદોલન કર્યું હતું PAAS ના નેતાઓએ શરૂ કરેલા આંદોલનની અસર સમગ્ર રાજ્યમાં થઈ હતી. પાટીદાર આંદોલન દરમિયાન પોલીસ ગોળીબારમાં 14 પાટીદાર યુવકોનાં મોત થયાં હતાં, જેના કારણે ભાજપની સમર્પિત પાટીદાર ભાજપથી વિમુખ થઈ ગઈ હતી. 2017માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જબરદસ્ત ફટકો પડ્યો હતો અને ભાજપને અત્યાર સૂધીની સૌથી ઓછી માત્ર 99 બેઠકો જ મળી હતી. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?