આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે, પશુપાલન કરી અનેક પશુપાલકો રોજગારી મેળવતા હોય છે. અનેક એવી સરકારી સંસ્થાઓએ જ્યાં અનેક પશુપાલકો જોડાયેલા હોય છે. ત્યારે મુખ્યત્વે ખેડૂતો જે સંસ્થા સાથે જોડાયેલા છે તે છે ધી ગુજરાત સ્ટેટ કો ઓ. કન્ઝયુમર્સ ફેડરેશન લિમિટેડ છે. 1960થી અનેક ખેડૂતો આ સંસ્થા સાથે જોડાયેલા છે. ધી ગુજરાત સ્ટેટ કો ઓ. કન્ઝયુમર્સ ફેડરેશન લિમિટેડ અમદાવાદની ચૂંટણીમાં પાંચ વર્ષ માટે અ વર્ગ અને બ વર્ગના તમામ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા છે. ફેડરેશનના ચેરમેન તરીકે નરહરિ અમીન, સંસદ સભ્ય, રાજ્યસભા (ગુજરાત) તેમજ વાઈસ ચેરમેન તરીકે પોપટલાલ પટેલ બિનહરીફ ચૂંટાયા છે. તે ઉપરાંત પોરબંદરથી સામતભાઈ ઓડેદરા ચૂંટાયા છે.
અનેક ખેડૂતો સંકળાયેલા છે આ સંસ્થા સાથે!
ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ એટલે GUJCOMASOLએ રાજ્યનું સર્વોચ્ચ સહકારી માર્કેટિંગ ફેડરેશન છે જેનું ટર્ન ઓવર કરોડોમાં છે . એગ્રો ઇનપુટ્સ અને ખેડૂતોના ફાર્મ આઉટપુટની પ્રાપ્તિના વ્યવસાયમાં ઊંડાણપૂર્વક સંકળાયેલું છે. 4764.36 કરોડ છે. તે રાજ્યમાં તેના મજબૂત સહકારી નેટવર્ક દ્વારા ખેડૂતોને વિવિધ પ્રકારની સેવાઓ પણ પૂરી પાડે છે. ખેડૂતોની પ્રગતિ થાય તે માટે આ સંસ્થા કામ કરે છે. ખેડૂતોને બિયારણ, જંતુનાશક દવાઓ, ખાતર, ઉપભોક્તા ચીજવસ્તુઓની મૂલ્યવર્ધિત ગુણવત્તા, કૃષિ ચીજવસ્તુઓનો વેપાર અને વેરહાઉસિંગ જેવી શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત કૃષિ સામગ્રી પ્રદાન કરીને ખેડૂતોની ખેતીની ઉપજ અને સમૃદ્ધિમાં વધારો કરે છે. ત્યારે અમદાવાદની ચૂંટણીમાં પાંચ વર્ષ માટે અ વર્ગ અને બ વર્ગના તમામ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા હતા.
કોણ કોણ ચૂંટાયું?
જો અ વર્ગના ડિરેક્ટરની વાત કરીએ તો અમદાવાદથી નરહરિ અમીન, મહેસાણાથી પોપટલાલ પટેલ, વાસણા અમદાવાદથી પરેશભાઈ દાણી, પોરબંદરથી સામતભાઈ ઓડેદરા, અંકિતભાઈ શાહ ગોધરા, પંચમહાલથી ચૂંટાયા છે. સુરેન્દ્રનગરથી વિરેન્દ્રભાઈ આચાર્ય, આણંદથી ગીરીષભાઈ પટેલ, ભાવનગરમાં ડો.સમીર શાહ, સાબરકાંઠાથી જેઠાભાઈ પટેલ, આણંદથી યોગેશભાઈ ઉપાધ્યાય છે. તે સિવાય બ વર્ગના ડિરેક્ટરની વાત કરીએ તો મહુધાથી મહેશભાઈ પટેલ, કલોલથી પન્નાબેન ચૌહાણ ચૂંટાયા છે.