17 ઓક્ટોબરના રોજ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણી યોજાવાની છે. પરંતુ ચૂંટણી પૂર્વે જ ચૂંટણીને લઈ વિવાદ સર્જાયો છે. અનેક દિગ્ગજ નેતાઓના નામ આ રેસ માટે ચર્ચાઈ રહ્યા હતા. અશોક ગેહલોતનું નામ સૌથી વધારે ચર્ચામાં હતું. પરંતુ રાજસ્થાન કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા ગેહલોતે પોતાનું નામ પાછું ખેંચી લીધુ છે. ત્યારે હવે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે હવે શશિ થરુર અને મલિક્કાર્જૂન ખડગે વચ્ચે જંગ જામવાનો છે. આ જંગ પહેલા 3 ઉમેદવારો વચ્ચે થવાની હતી પરંતુ કે.એન ત્રિપાઠીની ઉમેદવારી રદ્દ થઈ છે જેને કારણે. આ રેસમાં હવે માત્ર 2 ઉમેદવાર રહ્યા છે.
શશિ થરુર અને મલિક્કાર્જૂન ખડગેના વચ્ચે થશે સીધો જંગ
કોંગ્રેસ અધ્યક્ષ માટે થનારી ચૂંટણી અંગે કોંગ્રેસના ચૂંટણી પ્રભારી મધૂસુદન મિસ્ત્રીએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઉમેદવારોએ જમા કરાવેલ ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન 20 ફોર્મમાંથી 4 ઉમેદવારોની ફોર્મને રદ્દ કરી દેવામાં આવ્યા છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ઉમેદવારો 8 ઓક્ટોબર સુધી પોતાનું નામાંકન પાછું ખેંચી શકશે. કે.એન.ત્રિપાઠીનું ફોર્મ અસ્વીકાર કરી દેવામાં આવ્યું છે કારણકે તે નિર્ધારિત માંપદંડને પૂર્ણ નથી કરતું. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરના રોજ મતદાન થશે અને 19 ઓક્ટોબરના રોજ મતગણતરી કરવામાં આવશે. અને એ બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.
પોતાના પદ ઉપરથી ખડગેએ આપ્યું રાજીનામું
કોંગ્રેસના નવા નિયમ એક પદ એક નેતા પ્રમાણે મલ્લિકાર્જૂન ખડગેએ રાજ્યસભા વિપક્ષ નેતા તરીકે પોતાનું રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી માટે ખડગેએ નામાંકન 30 સપ્ટેમ્બરના રોજ કરાવ્યું હતું. ખડગેએ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી દીધુ હતું.