અમૂલ ડેરીમાં આજે ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. અત્યાર સુધી રામસિંહ પરમારનું શાસન હતું પરંતુ હવે ચેરમેન તરીકે વિપુલ પટેલની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે વાઈસ ચેરમેન તરીકે કાંતિ પરમારની વરણી કરવામાં આવી છે. વિપુલ પટેલની ચેરમેન તરીકે વરણી થતા અમૂલમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે.
ચેરમેન તરીકે થઈ વિપુલ પટેલની વરણી
ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદક સંઘ એટલે અમૂલ ડેરીમાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. આ પદ માટે ચાર દાવેદારોના નામોની ચર્ચા ચાલી રહી હતી જેમાં રામસિંહ પરમાર, પપ્પુ પાઠક, નડિયાદ વાળા વિપુલ પટેલ ઉપરાંત રંગાયપુર વાળા વિપુલ પટેલનો સમાવેશ થાય છે. ઘણા વર્ષોથી ચેરમેન પદ પર રામસિંહ પરમારનો દબદબો હતો. ત્યારે રામસિંહને પડકાર આપવા રંગાઈપુર તેમજ નડિયાદના વિપુલ પેટલ, રાજેશ પાઠક ભાજપના મોવડીમંડળ સાથે સંપર્કમાં આવ્યા.
અમૂલમાં ભાજપની છે બહુમતી
જે બાદ સોમવારે પાર્ટી મોવડીમંડે અમૂલના ભાજપના તમામ ડિરેક્ટરની મીટિંગ બોલાવી હતી અને ચેરમેન તેમજ વાઈસચેરમેન માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અમૂલ ડેરીના ભાજપ સમર્પિત 11 બોર્ડ ઓફ ડિરેક્ટરો સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી. ત્યારે ચેરમેન તરીકે વિપુલ પટેલની તેમજવાઈસ ચેરમેન તરીકે કાંતિ પરમારની વરણી કરવામાં આવી છે. મહત્વનું છે કે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં 12 ચૂંટાયેલા સભ્યો, એક વ્યક્તિગત શેર હોલ્ડર, આણંદ જિલ્લા રજીસ્ટાર તેમજ અમૂલ ફેડરેશન પ્રતિનિધિના વોટ 15 થતા હતા. જેમાં ભાજપ પાસે 11 સભ્યો છે જ્યારે કોંગ્રેસ પાસે બે સભ્યો છે.