ઇલેક્શન ઈફેક્ટ? સિંગતેલના ડબ્બાનો ભાવ 40 રૂપિયા ઘટીને રૂ. 2585 થયો, હજુ પણ ઘટવાની શક્યતા


  • Published By :
  • Published Date : 2023-11-22 14:59:04

દેશમાં ચૂંટણીની સીઝન ચાલી રહી છે, પાંચ રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ વખતે ચૂંટણી ખરાખરીનો ચૂંટણી જંગ થવાનો છે. કેન્દ્ર સરકાર સામે સૌથી મોટો પડકાર વધતી મોંઘવારી છે, લોકસભા ચૂંટણી સુધીમાં જો મોંઘવારી પર નિયંત્રણ નહીં આવે તો કેન્દ્રની ભાજપ સરકારને ફટકો પડવાની સંપુર્ણ શક્યતા છે. આ જ કારણે સરકાર પણ અનાજ-કઠોળ, ખાદ્યતેલ તથા જીવનજરૂરીયાતની ચીજોના ભાવ કાબુમાં આવે તે માટે પ્રયાસો કરી રહી છે. જેમ કે રાજ્યમાં સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. તહેવારોની સીઝન પુરી થતા સિંગતેલના ભાવ ઘટ્યાને તેને ઇલેક્શન ઈફેકટ તરીકે જોવામા આવી રહ્યું છે.


સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2585 થયો


દેશ અને રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ ખાદ્યેતેલોમાં ઘટવાનો સિલસિલો શરૂ થયો છે. હાલમાં જ રાજકોટમાં સિંગતેલના ભાવ ગગડ્યા છે. રાજકોટમાં આજે 15 કિલો બ્રાન્ડેડ સિંગતેલના પ્રતિ ડબ્બાના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે નવી મગફળી ઓઇલ મિલોમાં પિલાણ માટે આવતા સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સિંગતેલનો ડબ્બો હવે નવા ભાવ પ્રમાણે 2625થી ઘટીને 2585 રૂપિયા સુધી પહોંચ્યો છે. જોકે, સિંગતેલના ભાવમાં હજુ પણ ઘટાડો થવાનો અંદાજ છે, દિવાળી પહેલા આ ભાવ 2700 આસપાસ હતો, જે છેલ્લા 10 દિવસમાં સિંગતેલનો ડબ્બો 90 રૂપિયા જેટલો ઘટ્યો છે.


હજુ ઘટશે ભાવ?


રાજ્યમાં ખાદ્યતેલના ટ્રેડિંગ સાથે સંકળાયેલા વેપારીઓના જણાવ્યા પ્રમાણે સિંગતેલ અને કપાસિયા સહિતના અન્ય ખાદ્યતેલના ભાવમાં હજું પણ ઘટાડો જોવા મળશે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાશે તેથી તેલિયા રાજાઓ ભાવ વધારવાની હિંમત પણ નહીં કરી શકે. ગુજરાતની ભાજપ સરકારે જો 26માંથી 16 લોકસભા સીટ જીતવી હશે તો તેણે વધતી મોંઘવારી પર કાબુ મેળવવો જ પડશે. આમ પણ આ વખતે સત્તા વિરોધી અસંતોષ ચરમસીમા પર છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?