2022 વર્ષના અંતે સુધીમાં બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. બંને રાજ્યોમાં ભાજપની સત્તા પર બિરાજમાન છે અને કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યું છે.ચૂંટણીને થોડો સમય જ બાકી રહ્યો છે. ત્યારે વિધાનસભા ચૂંટણીની તારીખો 18 ઓક્ટોબર સુધીમાં જાહેર થઈ શકે છે. નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે અને ડિસેમ્બર સુધીમાં ચૂંટણીનું પરિણામ જાહેર થઈ શકે છે. કારણ કે ગાંધીનગરમાં ડિફેન્સ એસ્પો યોજાવાનો છે. આચાર સંહિતા લાગૂ થાય તે પહેલા તમામ સરકારી કામો પતાવી દેવા પડે. જેને કારણે 18 ઓક્ટોબર બાદ જ ચૂંટણી તારીખો જાહેર થઈ શકે છે.
આપ પણ કરી રહ્યો છે ચૂંટણી પ્રચાર
દેશમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ ચૂંટણીને લઈ મેદાનમાં ઉતરી છે. અનેક રાજ્યોમાં આપ જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યો છે. ગુજરાતના પ્રવાસે અનેક વખત અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે. અનેક લોકો સાથે સંવાદ કરી રહ્યા છે. દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીનો વિજય થતા દેશના બીજા રાજ્યો પર આપની નજર છે.
નવેમ્બરમાં યોજાઈ શકે છે ચૂંટણી
ચૂંટણીને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે બંને રાજ્યોની મુલાકાત લઈ લીધી છે. ચૂંટણી પંચ પણ આ અંગે તડામાર તૈયારીઓ થઈ રહી છે. મહત્વનું છે કે ચૂંટણી પંચે 2017માં 25 ઓક્ટોબરના રોજ તારીખો જાહેર કરી દીધી હતી. આ વખતે દિવાળી પણ વહેલા આવી રહી છે, ત્યારે ચૂંટણી પણ વહેલી યોજાઈ શકે છે તેવા સંકેતો આપી દેવામાં આવ્યા છે. નવેમ્બરના અંતમાં અથવા તો ડિસેમ્બરની શરૂઆતમાં ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણી પંચની ટીમે પણ પ્રવાસે આવી તમામ જાણકારી ભેગી કરી લીધી છે. ત્યારે હવે ચૂંટણીની કઈ તારીખો જાહેર થાય છે તેની પર તમામ પક્ષોની નજર રહેવાની છે.