ચૂંટણી પંચે ‘એક વ્યક્તિ, એક બેઠક’પર ચૂંટણી લડે તે માટે કાયદા મંત્રાલયને મોકલ્યો પ્રસ્તાવ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 19:28:51

નવા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના આવ્યા બાદ ‘એક વ્યક્તિ એક સીટ’ નિયમ લાગુ કરવાના પ્રસ્તાવ પર ચૂંટણી પંચે ખૂબ ભાર મુક્યો છે. પહેલી વખત 2004માં આ પ્રસ્તાવ ઈલેક્શન કમિશને કેન્દ્ર સરકારને મોકલ્યો હતો પરંતુ 18 વર્ષમાં આ નિયમને લાગુ કરવાના સંબંધમાં અમુક પ્રગતિ થઈ શકી નહોતી. હવે એકવાર ફરી ચૂંટણી પંચે નવી રીતે આ નિયમને લાગુ કરાવવા પર જોર આપવાનુ શરૂ કર્યુ છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે એકવાર ફરી આ પ્રસ્તાવ વિચાર માટે કેન્દ્રની પાસે મોકલ્યો છે. સાથે જ કેન્દ્રીય કાયદા મંત્રાલયની સાથે આ મુદ્દે ઈલેક્શન કમિશનની ચર્ચા ચાલુ છે. 


ચૂંટણીમાં ‘એક વ્યક્તિ એક સીટ’ નિયમ લાગુ કરવા માટે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 (Representation of the People Act, 1951) માં પરિવર્તન કરવું પડશે. વર્તમાનમાં જનપ્રતિનિધિત્વ કાનૂનના સેક્શન 33 (7)માં હાજર નિયમો અનુસાર એક વ્યક્તિ બે બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે. 


પેટા ચૂંટણી કરાવવામાં ખોટો ખર્ચ


જ્યારે 2004માં પહેલીવાર ચૂંટણી પંચે કેન્દ્ર સરકાર પાસે એક વ્યક્તિ એક બેઠકનો પ્રસ્તાવ મોકલ્યો હતો અને તર્ક આપ્યો હતો કે જો એક વ્યક્તિ 2 બેઠકો પર ચૂંટણી લડે છે અને બંને જગ્યાએથી જીત્યા બાદ એક સીટ ખાલી કરે છે તો પેટા ચૂંટણી કરાવવામાં ખોટો ખર્ચો થાય છે. એક રીતે આ રૂપિયાનો દુરુપયોગ છે. આને જોતા સીટ છોડનાર ચૂંટાયેલા ઉમેદવારે સરકારના ખાતામાં ચોક્કસ રકમ જમા કરાવવા માટે નિયમ બનાવવાની ભલામણ ચૂંટણી પંચે કરી હતી.


સુપ્રીમમાં પણ ECએ‘એક ઉમેદવાર-એક સીટ’ પ્રસ્તાવનું કર્યું હતું સમર્થન


એક વ્યક્તિ એક સીટના પ્રસ્તાવ પાછળ ચૂંટણી પંચનો તર્ક એ છે કે આનાથી પેટા ચૂંટણીની સ્થિતિ ઉભી થશે નહીં અને સરકારી ખજાના પર પડનારો નાણાકીય બોજો ઓછો કરી શકાશે. અમુક વર્ષ પહેલા કોઈ પણ ઉમેદવારનુ એકથી વધારે સીટ પરથી ચૂંટણી લડવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજી પર પોતાનો પક્ષ મૂકતા ચૂંટણી પંચે એક ઉમેદવાર-એક સીટ પર ચૂંટણી લડવાનુ સમર્થન કર્યુ હતુ.


કાયદા પંચે પણ 2015ના રિપોર્ટમાં આ સૂચન કર્યું હતું


વર્ષ 1996 પહેલા, ઉમેદવાર ગમે તેટલી બેઠકો પરથી ચૂંટણી લડી શકતો હતો, જે પાછળથી લોક પ્રતિનિધિત્વ અધિનિયમમાં સુધારો કરીને બે બેઠકો સુધી મર્યાદિત કરવામાં આવ્યો હતો. માર્ચ 2015માં કાયદા પંચે ચૂંટણી સુધારણા અંગેના તેના 211 પાનાના 255મા રિપોર્ટમાં અનેક પગલાં સૂચવ્યા હતા. તેમાં એક કરતાં વધુ બેઠકો પરથી ઉમેદવારોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ અને અપક્ષ ઉમેદવારોની ઉમેદવારી પર પ્રતિબંધ મૂકવાનું સૂચન સામેલ છે. વર્તમાન વ્યવસ્થામાં મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડે છે, જેમાંથી મોટાભાગના ડમી ઉમેદવારો છે અને તેમાંથી ઘણા એક જ નામના હોય છે, જેનો હેતુ મતદારોમાં ભ્રમ ફેલાવવાનો છે. આ પહેલા પણ ચૂંટણી સુધારણા અંગેના કાયદા પંચે રાજકારણના અપરાધીકરણને રોકવા માટે કલંકિત લોકોને ચૂંટણીથી દૂર રાખવા અંગે વધુ એક રિપોર્ટ આપ્યો હતો.



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.