Election Commissionએ Jammu-Kashmir, Haryana વિધાનસભા ચૂંટણીની તારીખો કરી જાહેર, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-08-16 16:42:15

જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.. ચૂંટણી પંચ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં તેમણે જમ્મુ કાશ્મીર તેમજ હરિયાણા માટે ચૂંટણીના જાહેરાત કરી. ત્રણ તબક્કામાં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજાવાની છે..  18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે 3 તબક્કામાં મતદાન થશે. હરિયાણામાં 1 ઓક્ટોબરે એક તબક્કાનું મતદાન થશે. બંને રાજ્યોમાં પરિણામ 4 ઓક્ટોબરે આવશે. 

Jammu and Kashmir Legislative Assembly election


Haryana Legislative Assembly election


આ તારીખો દરમિયાન યોજાશે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી

દેશના રાજ્યોમાં દર પાંચ વર્ષે થતો હોય છે પરંતુ જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભા માટે ચૂંટણી થવાની છે.. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે.. કલમ 370 હટાવ્યા બાદ પહેલી વખત અહીંયા ચૂંટણી થવાની છે.. 2014માં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી.. વિગતવાર વાત કરીએ તો પ્રથમ તબક્કા માટે મતદાન 18 સપ્ટેમ્બરે યોજાવાનું છે અને આ દિવસે 24 બેઠકો માટે મતદાન થશે..

હરિયાણામાં એક તબક્કામાં યોજાશે મતદાન!

તે ઉપરાંત 26 બેઠકો માટે બીજા તબક્કામાં મતદાન થવાનું છે એટલપે કે 25 સપ્ટેમ્બરે જ્યારે ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન પહેલી ઓક્ટોબરે થવાનું છે જેમાં 40 બેઠકોનો સમાવેશ થાય છે. હરિયાણામાં એક તબક્કામાં મતદાન થવાનું છે. હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. અહીં વિધાનસભાની 90 બેઠકો છે. હરિયાણામાં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી (જેજેપી) સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. જોકે, આ વર્ષે માર્ચમાં ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટી ગયું હતું. ત્યારે હવે બંને રાજ્યોમાં કઈ પાર્ટીની સરકાર બનશે તે તો સમય બતાવશે.. 



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.