અધિકારીઓની બદલી મુદ્દે ચૂંટણી પંચનું આકરૂ વલણ, સરકાર આજે જાહેર કરી શકે બદલીના આદેશો


  • Published By :
  • Published Date : 2022-10-27 13:45:18


ગુજરાત સરકાર અને ચૂંટણી પંચ વચ્ચે 51 IAS અને IPS અધિકારીઓની બદલીને લઈ તંગદીલી વધી છે. ચૂંટણી પંચે આ અધિકારીઓની બદલી મુદ્દે રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો જો કે રાજ્ય સરકારે કોઈ જવાબ આપ્યો ન હતો. અંતે ચૂંટણી પંચે ફરી એક રિમાઈન્ડર લેટર મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને મોકલ્યો હતો. ચૂંટણી પંચે તેના પત્રમાં કડક સૂચના આપી હતી કે અધિકારીઓના અગાઉના આદેશો હોવા છતાં તેમની બદલી કેમ હજુ સુધી થઈ શકી નથી.


ચૂંટણી પંચના કડક વલણ બાદ સરકાર એક્સનમાં


ચૂંટણી પંચે 21 ઓક્ટોબરે રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક પાસેથી અધિકારીઓની બદલી અંગે અનુપાલન રિપોર્ટ દાખલ કરવામાં નિષ્ફળ રહેવા બદલ ખુલાસો માંગ્યો હતો. કમિશને મુખ્ય સચિવને છ વરિષ્ઠ IPS અધિકારીઓ સહિત બાકીના 51 અધિકારીઓને તેમના સંબંધિત મુખ્યાલયમાં સ્થાનાંતરિત કરવા અને ગુરુવારે સાંજે 4 વાગ્યા સુધીમાં અનુપાલન રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચેની ભારે નારાજગી અને કડક વલણ બાદ હવે ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી એક જ જિલ્લામાં કાર્યરત 51 વહીવટી અને પોલીસ અધિકારીઓની બદલીના આદેશો જાહેર કરવા જઈ રહી છે. 


છ  IPS અધિકારીઓની થઈ શકે બદલી


જે છ વરિષ્ઠ IPS અધિકારીઓને તેમના સંબંધિત મુખ્યાલયમાં સ્થાનાંતરિત કરવા માટે ચૂંટણી પંચ દબાણ કરી રહ્યું છે તેમાં હર્ષદ પટેલ, મુકેશ પટેલ, ભક્તિ ઠાકર, પ્રેમવીર સિંહ અને એજી ચૌહાણનો સમાવેશ થાય છે જેઓ હાલમાં અમદાવાદમાં પોસ્ટેડ છે, જ્યારે અન્ય ડીસીપી ક્રાઈમ રૂપલ સોલંકી છે, જેઓ સુરતમાં પોસ્ટેડ છે. પંચે ગુજરાત સરકારને ગુરુવાર સુધીમાં અનુપાલન રિપોર્ટ મોકલવા જણાવ્યું છે.


અધિકારીઓની બદલીનો નિયમ શું છે?


ગુજરાત સરકારના મુખ્ય સચિવ અને ડીજીપીને લખાયેલા આયોગના પત્ર મુજબ જે અધિકારીઓ તેમના ગૃહ જિલ્લામાં અથવા કોઈપણ જિલ્લામાં 3 વર્ષ કે તેથી વધુ સમયથી અધિકારી રહ્યા છે, તેમની અન્ય જિલ્લામાં બદલી કરવી જોઈએ. મુક્ત, નિષ્પક્ષ અને નિર્ભય ચૂંટણી માટે આ એક સુયોજિત પ્રક્રિયા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?