દેશના પૂર્વ ભાગના ત્રણ રાજ્યો નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણીને લઈ ચૂંટણી પંચ તૈયારીઓમાં લાગ્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચ આજે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ કરશે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ પ્રેસ કોન્ફરન્સમાં આ 3 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે.
આજે થશે તારીખો જાહેર
કેન્દ્રીય ચૂંટણી પંચ નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત આજે બપોરે થઈ જશે. મહત્વનું છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચ આજે બપોરે 2.30 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે. ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈ અગાઉ ચૂંટણી પંચે તૈયારીઓની સમીક્ષા કરી હતી. પંચે પૂર્વોત્તરના આ ત્રણ ચૂંટણી રાજ્યોમાં ચાર દિવસીય પ્રવાસ કર્યો હતો.
CECએ પરિસ્થિતીનું કર્યું આંકલન
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની સાથે બંને કમિશનર અનૂપ ચંદ્ર પાંડે અને અરુણ ગોયલે ત્રણેય રાજ્યોનો પ્રવાસ કર્યો હતો અને પરિસ્થિતીનું નિરિક્ષણ કર્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનરે ત્રણેય રાજ્યોના મુખ્ય સચિવો, પોલીસ મહાનિર્દેશકો તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજી હતી.ચૂંટણી પંચના અધિકારીઓ 11 જાન્યુઆરીએ સૌથી પહેલા ત્રિપુરા પહોંચ્યા હતા. અહીંથી નાગાલેન્ડ અને છેલ્લે મેઘાલયની મુલાકાત લીધી હતી.