દેશના પૂર્વ ભાગના ત્રણ રાજ્યો નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણીની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. આજે બપોરે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને ચૂંટણી કાર્યક્રમ અને ચૂંટણી પંચની તૈયારીઓ અંગે માહિતી આપી હતી.
Voting for Assembly elections in Tripura to be held on February 16 & in Nagaland & Meghalaya on February 27; results to be declared on March 2.#AssemblyElections2023 https://t.co/V8eOZvhc5g pic.twitter.com/rRNKWeNjUq
— ANI (@ANI) January 18, 2023
ક્યારે યોજાશે વિધાનસભાની ચૂંટણી?
Voting for Assembly elections in Tripura to be held on February 16 & in Nagaland & Meghalaya on February 27; results to be declared on March 2.#AssemblyElections2023 https://t.co/V8eOZvhc5g pic.twitter.com/rRNKWeNjUq
— ANI (@ANI) January 18, 2023ચૂંટણીપંચે બુધવારે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણીપંચની જાહેરાત પ્રમાણે ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. તમામ રાજ્યોના પરિણામો 2 માર્ચે જાહેર કરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચે જણાવ્યું કે નાગાલેન્ડ વિધાનસભાનો કાર્યકાળ 12 માર્ચે, મેઘાલય વિધાનસભાનો 15 માર્ચે અને ત્રિપુરા વિધાનસભાનો કાર્યકાળ 22 માર્ચે પૂર્ણ થવાનો છે. નોંધવા જેવી બાબત એ છે કે, ત્રણેય રાજ્યમાં બહુમતનો આંકડો 31 છે.
વિધાનસભાની ચૂંટણી માટે નામાંકન ક્યારે?
ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભાની ચૂંટણી માટે નામાંકનની પ્રક્રિયા જોઈએ તો ત્રિપુરામાં 21 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી નામાંકન ભરી શકાશે. જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં 31 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી નામાંકન કરી શકાશે.
CECએ પરિસ્થિતીની કરી હતી સમીક્ષા
કેન્દ્રીય ચૂંટણી પંચે ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈ અગાઉ ચૂંટણી પંચે તૈયારીઓની સમીક્ષા કરી હતી. પંચે પૂર્વોત્તરના આ ત્રણ ચૂંટણી રાજ્યોમાં ચાર દિવસીય પ્રવાસ કર્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની સાથે બંને કમિશનર અનૂપ ચંદ્ર પાંડે અને અરુણ ગોયલે ત્રણેય રાજ્યોનો પ્રવાસ કર્યો હતો અને પરિસ્થિતીનું નિરિક્ષણ કર્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનરે ત્રણેય રાજ્યોના મુખ્ય સચિવો, પોલીસ મહાનિર્દેશકો તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજી હતી.ચૂંટણી પંચના અધિકારીઓ 11 જાન્યુઆરીએ સૌથી પહેલા ત્રિપુરા પહોંચ્યા હતા. અહીંથી નાગાલેન્ડ અને છેલ્લે મેઘાલયની મુલાકાત લીધી હતી.