કર્ણાટકમાં જામ્યો ચૂંટણી પ્રચાર! મલ્લિકાર્જુન ખડગેના 'ઝેરી સાપ'ના જવાબમાં BJP ધારાસભ્યએ સોનિયા ગાંધીને કહ્યું 'વિષકન્યા'!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-28 16:34:30

કર્ણાટકમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનેતાઓ વચ્ચે ચાલતા શાબ્દિક યુદ્ધ પોતાની ચરમ સીમા પર આવી જતા હોય છે. થોડા દિવસ પહેલા એક જાહેર સભામાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ઝેરી સાપ શબ્દ વાપરયો હતો. આ વિવાદ હજી શાંત નથી થતો ત્યારે ભાજપના એક નેતાનું વિવાદાસ્પદ નિવેદન આવ્યું છે. કર્ણાટકની બીજેપીના ધારાસભ્ય બાસનગૌડાએ શુક્રવારે સોનિયા ગાંધી વિશે ટિપ્પણી કરી હતી અને સોનિયા ગાંધીને વિષકન્યા કહ્યા હતા.

  

સોનિયા ગાંધીને ભાજપના ધારાસભ્યે વિષકન્યા કહ્યા!

થોડા દિવસ પહેલા મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.પોતાના નિવેદનમાં ઝેરી સાપ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારે વિવાદ વધતાં તેમણે આ મામલે ખુલાસો પણ આપ્યો હતો. આ મામલે ભાજપના અલગ અલગ નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. નેતાઓએ આ વાતનો વિરોધ કર્યો હતો. ત્યારે આજે કર્ણાટકના ભાજપ ધારાસભ્ય બાસનગૌડાએ સોનિયા ગાંધીને લઈ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે સોનિયા ગાંધીને વિષકન્યા કહ્યા હતા.


ચીન અને પાકિસ્તાનના એજન્ટ તરીકે કામ કરે છે! 

એક જાહેર સભામાં બાસનગૌડાએ કહ્યું હતું કે હવે ખડગે પીએમની તુલના કોબરા સાપ સાથે કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તઓ ઝેર ઓકશે. પરંતુ જે પાર્ટીમાં તમે નાચી રહ્યા છો  તે પાર્ટીમાં શું સોનિયા ગાંધી વિષકન્યા છે. વધુમાં તેમણે કહ્યું કે સોનિયા ગાંધીએ ચીન અને પાકિસ્તાન સાથે તેમના એજન્ટ તરીકે કામ કર્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે દરેક લોકો પોતાની સીમાની અંદર રહીને નિવેદનો આપે, પરંતુ જે પક્ષમાંથી ખડગે આવે છે એ પાર્ટીના નેતાઓ મોદીને ક્યારેક મૌત કા સોદાગર, ક્યારેક દુર્યોધન, ક્યારેક ગટરનો કીડો તો ક્યારેક સામાન્ય ચાવાળો કહે છે. લોકશાહીમાં આવા શબ્દોનો ઉપયોગ થવો જોઈએ નહી. 


ભૂપેશ બધેલે આપ્યું નિવેદન!

સોનિયા ગાંધી વિશે કરવામાં આવેલા નિવેદન બાદ સીએમ ભૂપેશ બધેલે નિવેદન આપ્યું થે. તેમણે કહ્યું કે અમારા કોંગ્રેસના કાર્યકરો એફઆઈઆર નોંધાવશે. સોનિયા ગાંધીને વિષકન્યા કહેવામાં આવી રહ્યા છે, હવે આ નિવેદન પર મોદી શાહ શું કહેશે? 


નિમ્ન સ્તરની થઈ રહી છે રાજનીતિ!

ત્યારે પ્રશ્ન એ છે કે શું આટલી નીચલા સ્તરે રાજનીતિ આવી ગઈ છે કે એક બીજા પર પ્રહાર કરવા માટે રાજનેતાઓ કોઈ પણ હદે જશે? આવા નિવેદનો પર તમારૂ શું કહેવું છે?       



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..