હિંડનબર્ગ રિપોર્ટ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં ગૌતમ અદાણી હવે વધુ એક વિવાદમાં ફસાયા છે. દેશના એક જાણીતા અખબારે અદાણી જૂથને લઈ એક ચોંકાવનારા રિપોર્ટ આપ્યો છે. રિપોર્ટ મુજબ અદાણી જૂથની દેશની સુરક્ષા માટે સેનાને શસ્ત્રો અને અન્ય ઇકવીપમેન્ટ પુરા પાડતી કંપની અદાણી ડીફેન્સ સીસ્ટમ એન્ડ ટેકનોલોજીમાં ટેક્સ હેવન મોરેશિયસ સ્થિત ઈલારા ઇન્ડિયા ઓપર્ચ્યુંનીટી ફંડ્સ ભાગીદાર હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.
હિંડેનબર્ગે પણ કર્યો હતો પર્દાફાસ
મોરેશિયસ સ્થિત આ ઈલારા કેપિટલ અદાણી જૂથની દરેક કંપનીઓમાં શેર હિસ્સો ધરાવે છે અને અહીં તેને ભાગીદાર નહીં પણ વિદેશી ફંડ્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલું જ નહી હિન્ડેનબર્ગના તા. 24 જાન્યુઆરીના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઈલારા ફંડ્સનો ઉપયોગ અદાણીના માલિકો દ્વારા શેરનું પાર્કિંગ અને હેરફેર કરવા માટે પણ કરવામાં આવે છે. ઈલારા કેપિટલનો ઉપયોગ અદાણી જૂથની ભારતમાં લીસ્ટેડ કંપનીઓના શેરના ભાવ ઊંચા લઇ જવા માટે થાય છે.
અદાણી ગ્રુપને મળ્યો છે મોટો ડિફેન્સ કોન્ટ્રાક્ટ
ઈલારાની અદાણી ગ્રુપ સાથેની ગુપ્ત સાંઠગાંઠના કારણે દેશની સુરક્ષા સામે પણ જોખમ ઉભું થઇ શકે એવી સ્થિતિ ઉભી થઇ છે. અદાણી ગ્રુપની એક અનલિસ્ટેડ કંપની અદાણી ડીફેન્સને મીગ 29 વિમાન માટે સ્ટીમ્યુલેટર બનાવવાનો કોન્ટ્રાકટ મળેલો છે. તાજેતરમાં જ આ કંપનીને આર્મી માટે લાઈટવેટ રેડિયો રીલે તેમજ એર ડીફેન્સમાં વપરાતા ફાયર ડીફેન્સ બનાવવાનો કોન્ટ્રાકટ પણ મળેલો છે.
આલ્ફા ડીઝાઇનમાં અદાણી ગ્રુપનો 26 ટકા હિસ્સો
અદાણી જૂથની પેટા કંપની અદાણી ડીફેન્સ બેંગ્લોર સ્થિત આલ્ફા ડીઝાઇન ટેકનોલોજી પ્રાઈવેટ લીમીટેડમાં 26 ટકા હિસ્સો ધરાવે છે. આ કંપનીને પીચોરા મિસાઈલ અને રડાર સીસ્ટમ માટેનો રૂ.560 કરોડનો ઓર્ડર મળે છે. એટલું જ નહી વર્ષ 2003થી આ કંપની ઈસરો અને ડીફેન્સ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન સાથે કામ કરી રહી છે. બેંગ્લોરની આ કંપનીમાં અદાણી જુથે 26 ટકા હિસ્સો 2018માં ખરીદ્યો હતો તેની સાથે ઈલારા ઇન્ડિયા ફંડે પણ 0.53 ટકાનો હિસ્સો ખરીદ્યો હતો. આલ્ફા ડીઝાઇનના સૌથી મોટા શેરહોલ્ડર તરીકે વસાકા પ્રમોટર એન્ડ ડેવલપરનું નામ છે. પણ વસાકાના 44.03 ટકા શેર ફરી ઈલારા પાસે છે અને ઈલારા વસાકામાં સૌથી મોટો શેરહોલ્ડર છે. એટલે કે પરોક્ષ રીતે ઈલારા ફંડ જ આલ્ફા ડીઝાઇનમાં માલિક છે અને અદાણી ડીફેન્સનું ભાગીદાર છે.
ઇલારા IOFનો વસાકામાં 44.3 ટકા હિસ્સો
આલ્ફા ડિઝાઈન ટેકનોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ (ADTPL) ફાઇલિંગ દર્શાવે છે કે તે વસાકા પ્રમોટર્સ એન્ડ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડની માલિકીની છે. જો કે, ઇલારા IOF એ 44.3 ટકા હિસ્સા સાથે વસાકાની એકમાત્ર સૌથી મોટી શેરહોલ્ડર છે. 2020-21 માટે ADTPL વાર્ષિક રિપોર્ટમાં, કંપનીએ જણાવ્યું હતું કે, "કંપની શેરહોલ્ડિંગના આધારે Vasaka Promoters & Developers Pvt Ltd ની પેટાકંપની છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની રચના પર નિયંત્રણના આધારે કંપની અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિમિટેડની પેટાકંપની છે."
અદાણી ગ્રુપમાં ઈલારા મોટું ભાગીદાર
ઈલારા કેપિટલ અદાણી ગ્રુપની કંપનીઓમાં મોટો શેર હિસ્સો ધરાવે છે. રિપોર્ટ દર્શાવે છે કે ગ્રુપની ત્રણ કંપનીઓમાં તેનું હોલ્ડિંગ રૂ. 9,000 કરોડ જેટલું છે. ડિસેમ્બર 2022 સુધીમાં તે તેના કુલ ભંડોળના 96 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. તે અદાણી એન્ટરપ્રાઇઝમાં 1.6 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 3.62 ટકા અને અદાણી ટોટલમાં 1.62 ટકા હિસ્સો ધરાવે છે. તે ઉપરાંત તે અદાણી પોર્ટ્સ અને અદાણી ગ્રીનમાં પણ હિસ્સો ધરાવે છે.
India's missile & radar upgrade contract is given to a company owned by Adani & a dubious foreign entity called Elara.
Who controls Elara? Why is India's national security being compromised by giving control of strategic defence equipment to unknown foreign entities? pic.twitter.com/DJIw7rxPB8
— Rahul Gandhi (@RahulGandhi) March 15, 2023
રાહુલ ગાધીએ કર્યુ ટ્વીટ
India's missile & radar upgrade contract is given to a company owned by Adani & a dubious foreign entity called Elara.
Who controls Elara? Why is India's national security being compromised by giving control of strategic defence equipment to unknown foreign entities? pic.twitter.com/DJIw7rxPB8
ઈલારા માત્ર શેરહોલ્ડર જ નહી અદાણી ડીફેન્સમાં ગૌતમ અદાણી જૂથ સાથે માલિકીમાં ભાગીદાર હોવાના અહેવાલ પછી વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકારની નીતિની આકરી ટીકા કરી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરી સવાલ ઉભો કર્યો છે કે દેશની મિસાઈલ અને રડાર સીસ્ટમને આધુનિક બનાવવાનો કરાર એક એવી વિદેશી કંપનીને આપવામાં આવ્યો છે કે જેનું અસ્તિત્વ શંકાના દાયરામાં છે. જેની ઓળખની જાણ નથી એવી વિદેશી કંપનીને કોન્ટ્રાકટ આપી દેશની રાષ્ટ્રીય સુરક્ષા કેમ જોખમમાં મુકવામાં આવી રહી છે એમ પણ ગાંધીએ ઉમેર્યું છે.