કાળઝાળ મોંઘવારીથી ત્રસ્ત લોકોને આ વર્ષે પણ નહીં મળે રાહત, અલ નીનોએ વધારી સરકારની ચિંતા, અલ નીનો શું છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-06-19 17:30:47

દેશમાં રિટેલ મોંઘવારી મે મહિનામાં  ઘટીને 4.25 ટકા પર આવી ગઈ છે. એ જ રીતે, WPI (હોલસેલ) મોંઘવારી પણ મે મહિનામાં -3.48 ટકાના નીચા સ્તરે આવી ગઈ છે. RBIએ આશા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં મોંઘવારીનું વલણ નરમ રહેશે અને લોન સસ્તી થવાનો તબક્કો શરૂ થશે. RBIએ સતત બીજી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. એવું માનવામાં આવે છે કે રેપો રેટમાં ઘટાડો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. જો કે RBI ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે મોંઘવારીને લઈ ચિંતા અને અનિશ્ચિતતા હજુ પણ યથાવત છે. શું તમે જાણો છો RBIની આશંકા શું છે?


RBIની આશંકાનું કારણ શું છે?


ઈન્ડિયન ચેમ્બર ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચરના અધ્યક્ષ ડો.એમ.જે. ખાનનું કહેવું છે કે મોંઘવારી વધવા પાછળ RBIની આશંકા અલ નીનોને કારણે છે. અલ નીનોએ એક મોસમી ઘટના છે જે પૃથ્વીને ગરમ કરે છે. તેના કારણે વરસાદ ઓછો પડશે, દુષ્કાળ પણ પડી શકે છે. હવામાનમાં જબરદસ્ત ફેરફારો જોવા મળશે. આવી સ્થિતિમાં ખરીફ પાકોના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે. ચોખા, ખાંડ અને કઠોળના ઉત્પાદન પર ભારે ફટકો પડી શકે છે. કોમોડિટી માર્કેટના નિષ્ણાત એસ. કે. સુરેશનું કહવું છે કે અલ નીનો ખરીફ પાક પર ખરાબ અસર કરી શકે છે. જો અલ નીનોની અસરથી વરસાદમાં ઘટાડો કરે અને જમીન ગરમ થઈ તો ચોખા, મકાઈ, જુવાર, બાજરી, મગફળી, શેરડી, સોયાબીનની સાથે-સાથે ભીંડા અને ગુવારની કળીની સાથે ડુંગળીના ઉત્પાદનને અસર થવાની આશંકા છે. શેરડીનું ઉત્પાદન ઘટ્યું તો તેના કારણે ખાંડનું પણ ઉત્પાદન ઓછું થશે.હવે જ્યારે તહેવારોની સિઝન શરૂ થવાની છે ત્યારે દેશમાં ખાદ્ય પદાર્થોની માંગ વધશે. સ્થાનિક માંગ વધી અમે ઉત્પાદન પણ ઘટ્યું તેમાં પણ જો વૈશ્વિક સ્તરે આયાત મોંઘી થઈ તો કેન્દ્ર સરકારની હાલત કફોડી થઈ શકે છે. આ જ કારણ છે કે RBI રેટ કટને લઈને ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધી રહી છે. તે વધતી મોંઘવારીથી ચિંતિત છે.


સરકારની મજબૂરી શું છે?


હાલમાં સરકાર ઘઉં, ચોખા અને દાળના ભાવ ઘટાડવા માટે તમામ મોરચે લડત ચલાવી રહી છે. બજારમાં અનાજનો પુરવઠો વધારવા માટે સરકારે સ્ટોક લિમિટ જેવા પગલા લીધા છે. પરંતુ પડકારો ઓછા થતા નથી. ઘઉં અને ચોખાના ભાવમાં 5 થી 6 ટકાનો વધારો થયો છે. વટાણા અને અડદની દાળમાં 8 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. 10 જૂને ચોખાની સરેરાશ કિંમત 40 રૂપિયા હતી, જે ગયા વર્ષની સરખામણીમાં 8 ટકા વધુ છે. હાલમાં સરકારી સ્ટોરેજમાં લગભગ 80 મેટ્રિક ટન ચોખા છે. આ સાથે, જ સરકારે રાશનની દુકાનોમાં પણ સપ્લાય કરવાની છે.


આ પરિસ્થિતિનો સામનો કરવા માટે સરકારે ચોખા અને ઘઉંને ખુલ્લા બજારમાં વેચવાનો નિર્ણય લીધો છે. પરંતુ, આનાથી મોંઘવારી કેવી રીતે અને કેટલી હદે અટકશે, તે જોવાનું રહ્યું. નિષ્ણાતોનું માનવું છે કે RBIની વાત સાચી છે કે મોંઘવારી વધવાનો ભય છે. સરકારના પ્રયાસો અને પગલાં મોંઘવારી વધતા કેટલાં હદ સુધી રોકી શકે છે તેના પર સૌની નજર છે.


અલ નિનો શું છે?


દરિયા કિનારે ગરમ થવાની ઘટનાને અલ-નીનો (El Nino) કહેવામાં આવે છે. તેને વધુ સરળ રીતે કહીએ તો, સમુદ્રના તાપમાન અને વાતાવરણની સ્થિતિમાં ફેરફારને કારણે અલ નીનોની સ્થિતિ ઊભી થાય છે. જ્યારે અલ નીનો થાય છે, ત્યારે દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય કરતા 4 થી 5 ડિગ્રી વધારે થઈ જાય છે. જે વર્ષે અલ નિનો આવે છે, તે સમયે વિનાશક પૂર, પાકનો નાશ, દુષ્કાળ, માછલીઓમાં ઘટાડો અને ઉષ્ણકટિબંધીય રોગોમાં વધારો જેવી સમસ્યાઓ હોય છે, જેના કારણે નાણાંનું દબાણ વધે છે અને અર્થવ્યવસ્થાને અસર થાય છે. અલ નીનો સાયન્સ જર્નલમાં પ્રકાશિત એક સંશોધનમાં ચેતવણી આપવામાં આવી છે કે અલ નીનોના આગમનને કારણે વિશ્વની $3 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા ખતમ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભારત સહિત અનેક દેશોમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ રહી છે.



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.