રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડમાં ઓછું પરિણામ ધરાવતી શાળા પર તવાઈ, સરકારે શરૂ કરી તપાસ


  • Published By :
  • Published Date : 2023-06-05 23:03:29

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અનેક શાળાઓનું પરિણામ 0%, 10% અથવા તો 40% થી ઓછું પરિણામ સામે આવ્યું છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આવી શાળાઓ બાબતે તપાસ કરવામાં આવી હતી જેમાં મળતી માહિતી પ્રમાણે શાળામાં બાળકોની સંખ્યા ખૂબ ઓછી હોવાના કારણે આ પરિણામ ઓછું આવ્યું છે. જ્યારે અમુક શાળાઓમાં તો પાંચથી છ જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા અને આ તમામ લોકો નાપાસ થતા શાળાનું પરિણામ ઝીરો ટકા સામે આવ્યું છે. ત્યારે આવી તમામ શાળાઓ બાબતે પણ રાજ્ય સરકાર આગામી દિવસોમાં પગલાં વધશે અને ઓછા બાળકો ધરાવતી શાળાઓનો કલસ્ટર બનાવીને એક શાળા પણ તૈયાર કરવામાં આવશે.


નબળા પરિણામ બાદ સરકાર એક્શનમાં 


રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મેં મહિનામાં જાહેર કર્યું છે. જેમાં ધોરણ 10 માં 10 ટકાથી 00 ટકા ધરાવતી શાળા કુલ 157 શાળાઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 44 શાળાઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં શાળાના આંકડા તો જાહેર કર્યા નથી. પણ પરિણામની ટકાવારી જાહેર કરવામાં આવી છે. જેમાં 10 કેન્દ્રો જિલ્લાનું પરિણામ 40 ટકા ઓછું આવ્યું હતું. જો કે હવે સરકારનો શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યો છે અને નબળા પરિણામ ધરાવતી શાળાઓ સામે કાર્યવાહીની ઘડીઓ ગણાઈ રહી છે.


ધો.10માં ઝીરો ટકા પરિણામ ધરાવતી કુલ 157 શાળાઓ 


રાજ્ય શિક્ષણ બોર્ડ ધોરણ 10માં ઝીરો ટકા પરિણામ ધરાવતી શાળાઓ કુલ 157 છે, જ્યારે આ આંકડામાં પણ ગત વર્ષ કરતાં વધારો થયો છે. શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ માહિતી મુજબ માર્ચ 2022 ની બોર્ડની પરીક્ષાના પરિણામમાં કુલ 121 શાળાઓ એવી હતી કે જેનું પરિણામ 0% હતું. પરંતુ માર્ચ 2023માં કુલ 36 શાળાનો વધારો થઈને 157 શાળાઓનું પરિણામ 0% આવ્યું છે. આ ઉપરાંત 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં પણ 22 જેટલો ઘટાડો આ વર્ષે નોંધાયો છે. વર્ષ 2022માં 294 જેટલી શાળાઓએ સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું હતું. ત્યારે 2023ની પરીક્ષામાં 272 જેટલી છે શાળાઓએ 100 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?