શિક્ષણ મંત્રી વિફર્યા, 'સ્વેટર બાબતે સ્કૂલોની જોહુકમી નહીં ચાલે, વિદ્યાર્થીઓ ગમે તેવા ગરમ કપડાં પહેરી શકશે'


  • Published By :
  • Published Date : 2023-12-07 14:40:01

રાજ્યમાં શિક્ષણ એક મલાઈદાર બિઝનેશ બની ગયો છે, શિક્ષણ માફિયાઓ એટલા શક્તિશાળી બની ગયો છે કે ઘણીવાર સરકારને પણ ગાંઠતા નથી. શાળા સંચાલકો તેમની મનસુફી પ્રમાણે ફિ વધારો કરવાથી લઈ વિદ્યાર્થીઓને સ્વેટર પહેરવા માટે ફરજ પાડતા થઈ ગયા છે. રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં ચોક્કસ પ્રકારના ડ્રેસ સાથે ચોક્કસ પ્રકારના સ્વેટર કે ગરમ કપડાં પહેરવાની ફરજ પાડવામાં આવતી હોવાની ફરિયાદ રાજ્યના શિક્ષણ વિભાગને મળી હતી. જેના પગલે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ એવી તાકિદ કરી છે કે, સ્કૂલે આવતા ભૂલકાઓ, બાળકોને કોઇપણ ચોક્કસ પ્રકારના સ્વેટર કે ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકાશે નહીં. આમ છતાં કોઇ સ્કૂલ આવી કોઇ ફરજ પાડતી હશે તો તેની સામે પગલાં ભરવામાં આવશે. કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને નક્કી કરેલ દુકાનોથી ગણવેશના ભાગરૂપે સ્વેટર કે ગરમ કપડા ખરીદવાની ફરજ પાડતા હોવાની ફરિયાદો મળતા શિક્ષણ રાજ્યમંત્રીએ આવકારદાયક નિર્ણય જાહેર કર્યો છે. 


શાળાઓ સામે થશે કાર્યવાહી


રાજ્યની કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને નક્કી કરેલ દુકાનોથી જ ગણવેશના ભાગરૂપે સ્વેટર કે ગરમ કપડા ખરીદવાની ફરજ પાડતા હોવાની ફરિયાદો  શિક્ષણ વિભાગને મળતા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ એવી તાકિદ કરી છે કે, સ્કૂલે આવતા ભૂલકાઓ, બાળકોને કોઇપણ ચોક્કસ પ્રકારના સ્વેટર કે ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકાશે નહીં. રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ એમ પણ જણાવ્યું છે કે, સરકારના આદેશ છતાં પણ જો કોઈ સ્કૂલ વિદ્યાર્થીઓને આવી આવી કોઇ ફરજ પાડતી હશે તો તેની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. 


રાજકોટ DEOએ બહાર પાડ્યો પરિપત્ર


શિયાળાની ઋતુ શરૂ થતા જ વહેલી સવારે પવન સાથે ઠંડી પડતા શાળાએ જતાં વિદ્યાર્થીઓને ગરમ વસ્ત્રો પહેરીને આવવાની છૂટ આપવા રાજકોટ જિલ્લાની તમામ શાળાઓની જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે. જેથી શાળાઓએ પણ વિદ્યાર્થી ઈચ્છે તે પ્રકારનું ઠંડીનું સ્વેટર કે જેકેટ પહેરી શકે તેવી છૂટ આપવામાં આવી છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...