ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યની ભાજપ સરકાર વિવિધ જાહેરાતો કરી જનતાનું દિલ જીતવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર વિરોધી લોક જુવાળથી ચિંતિત સરકારે વિદ્યા સહાયક ભરતીમાં વિધવા બહેનોને મેરીટમાં લાભ આપવાની મહત્વની જાહેરાત કરી છે.
વિદ્યાસહાયક ભરતીમાં વિધવા બહેનોને મેરીટમાં પ % નો લાભ આપવાનો શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય pic.twitter.com/Z8vymFdOqq
— Jitu Vaghani (@jitu_vaghani) October 4, 2022
જીતુ વાઘાણીએ ટ્વીટ કરી જાણકારી આપી
વિદ્યાસહાયક ભરતીમાં વિધવા બહેનોને મેરીટમાં પ % નો લાભ આપવાનો શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય pic.twitter.com/Z8vymFdOqq
— Jitu Vaghani (@jitu_vaghani) October 4, 2022શિક્ષણ વિભાગમાં વિદ્યાસહાયકોની ભરતી આગામી સમયમાં યોજાવાની છે. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વિધવા મહિલાઓના હિતમાં સરકારે કરેલા આ મહત્વનો નિર્ણય અંગે ટ્વીટ કરી માહિતી આપી હતી. જીતુ વાઘાણીએ ટ્વીટ કરી જણાવ્યું કે TET - 1 , TET - 2 પાસ વિધવા બહેનોને વિધાસહાયક ભરતીમાં વધારાના 5 ટકા ગુણ આપવાનો રાજય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. TET પરીક્ષામાં મેળવેલ ગુણના 50 ટકા અને શૈક્ષણિક લાયકાતના મેળવેલ ગુણના 50 ટકા ને ધ્યાને લઈ વિધાસહાયકનું મેરીટ તૈયાર કરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલ કુલ મેરીટમાં વિધવા ઉમેદવારને વધારાના 5 ટકા ગુણ મેરીટમાં ઉમેરવામાં આવશે. આગામી વિધાસહાયક ભરતીથી તેનો અમલ કરવામાં આવશે. તેમ જાહેરાતમાં જણાવ્યું છે.