લોકસભા ચૂંટણી પહેલા ઘટી શકે છે ખાદ્યતેલોના ભાવ, સરકારે ખાદ્યતેલ ઉત્પાદક કંપનીઓને કરી આ ટકોર


  • Published By :
  • Published Date : 2024-01-24 18:39:50

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કેન્દ્ર સરકાર પર મોંઘવારી ઘટાડવાનું ભારે દબાણ છે. હવે સરકાર આ દિશામાં સક્રિય બની છે.  સરકારે ખાદ્યતેલ કંપનીઓને આંતરરાષ્ટ્રીય કિંમતોની તર્જ પર ઉત્પાદનની કિંમત ઘટાડવા માટે કહ્યું છે. આમ પણ હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલોના ભાવ નરમ છે. આમ છતાં સ્થાનિક બજારમાં ખાદ્યતેલોની કિંમતો ઘટી રહી નથી. ગયા ડિસેમ્બરમાં ભાવમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ આ વર્ષે જાન્યુઆરીમાં ખાદ્યતેલોના ભાવમાં ફરી વધારો થયો છે. આગામી કેટલાક મહિનામાં દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. આથી સરકાર ખાદ્યતેલોના ભાવને લઈને ઘણી સતર્ક બની છે. સોલવન્ટ એક્સટ્રેક્ટર એસોસિએશન (Association of Solvent Extractors)ના સુત્રોને ટાંકીને કેટલાક મીડિયાએ આ સમાચાર આપ્યા  છે.


સરકારે શું કહ્યું?


કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના મંત્રાલયે આ કંપનીઓને કહ્યું છે કે જે રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલોની કિંમતો ઘટી રહી છે તે જ રીતે સ્થાનિક બજારમાં પણ ભાવ ઘટવા જોઈએ. ગ્રાહક બાબતોના મંત્રાલયે વ્યક્ત કર્યું છે કે સોયાબીન, સૂર્યમુખી અને પામ તેલ જેવા તેલ પરની એમઆરપી આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ઘટાડાની હદ સુધી ઘટાડવામાં આવી નથી, એટલે કે ભાવમાં તાત્કાલિક ઘટાડો થવો જોઈએ.


ખાદ્ય તેલ કંપનીઓ ભાવ ઘટાડવા અસમર્થ 


કેન્દ્ર સરકાર ભલે ખાદ્ય તેલ કંપનીઓ પર ભાવ ઘટાડવા માટે દબાણ કરી રહી હોય પણ કંપનીઓએ હાલમાં કિંમતો ઘટાડવામાં અસમર્થતા દર્શાવી છે. તેમનું કહેવું છે કે આવતા મહિનાથી સરસવની લણણી શરૂ થશે. નવો પાક આવ્યા બાદ જ ભાવમાં ઘટાડો શક્ય છે. મતલબ કે માર્ચ સુધી ભાવ યથાવત રહેશે.અદાણી વિલ્મરના CEO અંશુ મલિકે જણાવ્યું હતું કે, "રસોઈ તેલની કિંમતો ખૂબ જ સ્થિર છે. ભાવમાં કોઈ મોટો વધારો કે ઘટાડો થયો નથી. વર્તમાન ભાવના વલણોને અનુરૂપ અમારી MRP દર મહિને સુધારવામાં આવે છે. અમે હાલ તો ભાવમાં કોઈ તાત્કાલિક સુધારો જોઈ રહ્યા નથી." ઉલ્લેખનિય છે કે અદાણી વિલ્મર,'ફોર્ચ્યુન' બ્રાન્ડ હેઠળ રસોઈ તેલનું વેચાણ કરે છે. જોકે, તેમનું કહેવું છે કે તેઓ આંતરરાષ્ટ્રીય કોમોડિટીની કિંમતો પર નજર રાખે છે અને તે મુજબ નિર્ણયો લે છે.

 

કિંમતો કેટલી ઘટી શકે છે?


વેજીટેબલ ઓઈલ બ્રોકરેજ કંપની સનવિન ગ્રૂપના સીઈઓ સંદીપ બાજોરિયાએ જણાવ્યું હતું કે, 'ડિસેમ્બરમાં ખાદ્ય તેલના ભાવમાં લગભગ 10%નો ઘટાડો થયો હતો અને જાન્યુઆરીમાં કિંમતોમાં ફરી 8%નો વધારો થયો છે.' વિવિધ કંપનીઓના અધિકારીઓનું કહેવું છે કે જો સરકાર વધુ સખત દબાણ કરશે તો પણ તેઓ માત્ર 3-4% ભાવ ઘટાડી શકશે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...