દિવાળીના તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દિવાળી દરમિયાન ખાદ્યતેલની માગમાં અનેક ઘણો વધારો થતો હોય છે. ત્યારે દિવાળી પહેલા સામાન્ય માણસને મોટો ઝટકો લાગ્યો છે. ફરી એક વખત ખાદ્યતેલની કિંમતમાં 25 રુપિયાનો વધારો થયો છે. છેલ્લા 2 દિવસમાં સિંગતેલના ભાવમાં 45 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે બાદ હવે સિંગતેલનો ડબ્બાનો ભાવ ગમે ત્યારે 3000ની સપાટીને વટાવી શકે છે.
સતત વધતી મોંઘવારી
મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. મોંઘવારીનો સ્તર સતત વધતા સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે ફરી એક વખત સિંગતેલના ડબ્બાના ભાવમાં તોંતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે. 25 રુપિયાનો ભાવવધારો થતા ખાદ્યતેલનો ડબ્બો 3 હજાર નજીક પહોંચવા આવ્યો છે. સતત બીજા દિવસે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. ભાવ વધારાની સીધી અસર સામાન્ય માણસ પર પડે છે. ત્યારે આ ભાવ વધારાની અસર તહેવારની ઉજવણી પર કેટલી પડે છે તે તો જોવું રહ્યું.