ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો, સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 3080એ પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-07-21 15:25:03

દેશભરમાં જીવન જરૂરીયાતની ચીજોના ભાવો સાતમા આસમાને પહોંચ્યા છે, અનાજ, કઠોળ, ખાદ્યતેલ અને ટામેટાના વધેલા ભાવોમાં વણથંભી આગે કુચ હજુ ચાલું જ છે. તેમાં પણ સૌથી વધુ ચિંતા ખાદ્યતેલે ઉભી કરી છે, આજે સિંગતેલના ભાવમાં ફરી ભડકો થયો છે, ડબ્બાનો ભાવ 3100 નજીક પહોંચ્યો છે. હાલ ડબ્બાનો ભાવ 3080 પહોંચ્યો છે. તહેવારો સમયે સિંગતેલ મોંઘું થતા ગૃહિણીઓને ઘર ચલાવવું વધુ મુશ્કેલ બન્યું છે. સૌથી રસપ્રદ અને આશ્ચર્યજનક બાબત એ છે કે સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલખ ઉત્પાદન થયું હોવા છતાં પણ સિંગતેલમાં બેફામ ભાવ વધારો થઈ રહ્યો છે.


ખાદ્યતેલમાં કેટલો ભાવ વધારો થયો?


સિંગતેલના ડબ્બાનો ભાવ 3100 રૂપિયા નજીક પહોંચ્યો છે, હાલ ડબ્બાનો ભાવ 3080 પહોંચ્યો છે. કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 70નો વધારો થતા કપાસિયાનો ભાવ 1700થી 1750 સુધી પહોંચ્યો છે. તેમજ પામોલિન તેલમાં રૂપિયા 30થી 40નો વધારો થતા 1450 પર પહોંચ્યો છે. જો કે વેપારીઓનું કહેવું છે, કે માર્કેટમાં મગફળીની અછત થઇ હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થયો છે. 


તહેવારો બગાડશે ભાવ વધારો?


તહેવારોની સિઝન નજીક છે ત્યારે ખાદ્યતેલના ભાવ વધારાએ સામાન્ય લોકોની ચિંતા વધારી છે. આગામી દિવસોમાં શ્રાવણ માસ અને જન્માષ્ટમી સહિતના તહેવારોમાં આવી રહ્યા છે. એ પહેલા જ તેલનો ભાવ વધી ગયો છે, સિંગતેલનો ભાવ વધારો અન્ય ખાદ્યચીજોના ભાવ વધારાનું પણ કારણ બને છે. ખાદ્યતેલનો ભાવ વધી ગયો છે, જેના કારણે હવે ફરસાણ મોંઘુ બનશે. આ કારણે તહેવારો ઉજવવામાં સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અધિક શ્રાવણ માસ શરૂ થવાની સાથે જ સિંગતેલના ભાવમાં તેજી આવી છે. જેના કારણે ઉપવાસ પણ મોંઘા બન્યા છે. એક સપ્તાહમાં ડબ્બે રૂ.100 જેટલો ભાવ વધારો થતાં ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ છે. 


શા માટે ભાવ વધારો થયો?


વેપારીઓના જણાવ્યા પ્રમાણે ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદના કારણે ઉનાળુ પાક નિષ્ફળ ગયો છે.  જેના કારણે મગફળીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવો પણ ઓલ ટાઈમ હાઇ છે.  ગયા વર્ષે ખેડૂતોને ઓપન માર્કેટ યાર્ડમાં જ ખૂબ સારા ભાવ મળ્યા હતા.  તેના કારણે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી ન હતી.  જેનાથી આ વર્ષે નાફેડ પાસે મગફળીનો સ્ટોક નથી. એટલું જ નહીં મિલરો અને વેપારીઓનો મત છે કે હાલ ભાવ ઘટે તેવા કોઈ સંકેત નથી.  મગફળીનો ઉપયોગ ખારી સિંગ તેમ જ ફરસાણ બનાવતી કંપનીઓમાં વધી રહ્યો હોવાથી પુરવઠામાં પણ અછત વર્તાઈ છે અને સીધી અસર ભાવ પર પડી રહી છે. મગફળીના ઉંચા ભાવ છતાં ઓઇલ મિલરોને માલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. તેલના ભાવમાં ભડકો થતા મોંઘવારીનો વધુ એક માર જનતા પર જોવા મળી રહ્યો છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?