West Bengalમાં EDની ટીમ પર થયો હુમલો, આ કેસમાં તપાસ કરવા માટે ગઈ હતી ટીએમસી નેતાના ઘરે, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-05 11:46:37

પશ્ચિમ બંગાળમાં ઈડીની ટીમ પર હુમલો થયો છે. સંદેશખાલીમાં દરોડા પાડવા જ્યારે ઈડીની ટીમ પહોંચી ત્યારે ટીમ પર હુમલો કરવામાં આવ્યો. રાશન કૌભાંડ કેસમાં ઈડીની ટીમ ટીએમસી નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડ્વા ગઈ હતી ત્યારે 200થી  300 જેટલા લોકોએ તેમની પર હુમલો કર્યો. તપાસ માટે પહોંચેલા ED અધિકારીઓ અને અર્ધલશ્કરી દળોને લોકોએ ઘેરી લીધા હતા. આ દરમિયાન લોકોએ અધિકારીઓના વાહનોમાં તોડફોડ પણ કરી હતી.


ઈડી ઘણા સમયથી કરી રહી છે આ મામલે તપાસ

તૃણમૂલ નેતા શાહજહાં શેખના ઠેકાણે ઈડીની ટીમ દરોડા પાડવા ગઈ હતી. તે દરમિયાન ઈડીની ટીમ પર ઉપરાંત અર્ધલશ્કરી દળો પર હુમલો કરવામાં આવ્યો તેવી માહિતી સામે આવી છે. 24 પરગણા જિલ્લામાં રાશન કૌભાંડ કેસમાં EDની ટીમ તૃણમૂલ નેતા શાહજહાં શેખના ઘરે તપાસ માટે પહોંચી હતી ત્યારે 200-300 જેટલા લોકોએ તેમને ઘેરી લીધા તેમની પર હુમલો કરવાની કોશિશ કરી ઉપરાંત વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ઈડી કથિત રાશન વિતરણ કૌભાંડને લઈ તપાસ કરી રહી છે.     

 





વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...