અભિનેત્રી રકુલ પ્રીત સિંહને EDએ પાઠવ્યા સમન્સ, ડ્ર્ગ્સ અને મની લોન્ડ્રરિંગ કેસમાં થશે પૂછપરછ


  • Published By :
  • Published Date : 2022-12-16 21:58:47

બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહની મુશ્કેલી વધી છે. ડ્રગ્સ અને મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેને સમન્સ મોકલવામાં આવ્યા છે. EDએ રકુલને 19 ડિસેમ્બરે હાજર થવા જણાવ્યું છે. આ પહેલા રકુલ પ્રીતની 3 સપ્ટેમ્બર 2021ના રોજ પૂછપરછ કરવામાં આવી હતી.


ડ્રગ્સ અને મની લોન્ડરિંગ કેસમાં સમન્સ


મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રી  રકુલ પ્રીત સિંહને બે અલગ-અલગ કેસમાં સમન્સ મોકલવામાં આવ્યા છે. આ મામલામાં અધિકારીઓનું કહેવું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રકુલ પ્રીતને ડ્રગ્સ અને મની લોન્ડરિંગ કેસમાં સમન્સ મોકલવામાં આવ્યા છે.


આ સાથે જ અધિકારીઓએ તે પણ જણાવ્યું છે કે એજન્સીએ અગાઉ આ મામલે તેલુગુ ફિલ્મ ઉદ્યોગના અન્ય લોકોની પણ પૂછપરછ કરી હતી. આ પછી અભિનેત્રીને બોલાવવામાં આવી છે. તે ઉપરાંત, ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના ધારાસભ્ય પાયલોટ રોહિત રેડ્ડીને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે, જેઓ તાજેતરમાં થયેલા ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ કેસમાં ફરિયાદી હતા.


શું છે સમગ્ર મામલો?


અત્રે ઉલ્લેખનિય છે કે આ મામલો 4 વર્ષ જૂના ડ્રગ્સ કેસનો છે. આ કેસમાં અન્ય ઘણા કલાકારોને પણ સમન્સ જારી કરવામાં આવ્યા હતા. તેલંગાણા એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે વર્ષ 2017માં 30 લાખ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને આ મામલે 12 કેસ નોંધ્યા હતા.


આ કેસમાં અધિકારીઓએ 11 કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં ડ્રગ્સની દાણચોરી કરનારા 8 લોકોના નામ છે. તેમાંથી મોટાભાગના નીચા સ્તરના ડ્રગ સ્મગલરો છે. એક્સાઇઝ પછી, જ્યારે EDએ આ મામલાની તપાસ કરી તો તેને મની લોન્ડરિંગની શંકા ગઈ હતી.


તેમણે આ દિશામાં તપાસ શરૂ કરી છે. આ કેસમાં રવિ તેજા, ચાર્મી કૌર, નવદીપ મુમૈત ખાન, તનિશ, નંદુ, તરુણ અને બાહુબલી ફેમ રાણા દગ્ગુબાતી જેવી ટોલીવુડ સેલિબ્રિટીઓને પણ ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?