EDએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને દારૂ કૌંભાંડમાં પૂછપરછ માટે સાતમું સમન પાઠવ્યું છે. તપાસ એજન્સીએ દિલ્હીના CMને 26 ફેબ્રુઆરી (સોમવાર)ના રોજ હાજર થવા કહ્યું છે. કેજરીવાલને આ પહેલા ઈડી છ વખત સમન મોકલી ચુકી છે. પરંતું દિલ્હીના સીએમ હજુ સુધી ઈડી સમક્ષ હાજર થયા નથી. હવે સાતમી વખત ઈડીનું સમન જાહેર થવાથી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી શકે છે.
ક્યારે અપાયું સમન?
દિલ્હી લિકર કેસ અને કથિત મની લોન્ડરિંગના આરોપ હેઠળ કેજરીવાલને પૂછપરછ માટે ઈડીએ સમન જાહેર કર્યા છે. આ પહેલા 2 નવેમ્બર, 21 નવેમ્બર 2023, જ્યારે આ વર્ષે 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી અને 2 ફેબ્રુઆરીના રોજ ઈડીએ પૂછપરછ માટે સમન જારી ચુકી છે.
કેજરીવાલે શું કહ્યું?
CM અરવિંદ કેજરીવાલને છઠ્ઠું સમન આપવામાં આવ્યા બાદ તેમણે કહ્યું હતું કે અમે કાયદા મુજબ જવાબ આપી રહ્યા છીએ અને ઈડીએ નવા સમન આપવા પહેલા કોર્ટના ચુકાદાની રાહ જોઈ જોઈએ. દિલ્હીની કોર્ટે કેજરીવાલને ઈડી સમક્ષ હાજર થવામાં રાહત આપી છે. જ્યારે ઈડીનો આરોપ છે કે તે જાણી જોઈને સમનનું પાલન નથી કરતા અને સતત બાલીસ કારણો આપી રહ્યા છે. ઈડીએ કહ્યું કે ' જો ઉચ્ચ પદો પર બેઠેલા લોકો પણ આ પ્રકારે કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેનાથી સામાન્ય માણસને ખોટા સંકેત મળશે.