AAPના ધારાસભ્યને ત્યાં EDના દરોડા, જાણો કોના ત્યાં EDએ કરી રેડ અને શું છે સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-10 10:21:24

થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા હતા. દિલ્હી ખાતે આવેલા તેમના ઘરમાં અનેક કલાકો સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી અને લાંબી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. સંજસિંહની ધરપકડનો વિરોધ ઠેર-ઠેર આપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને ત્યાં રેડ કરવામાં આવી છે. આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘરે ઈડીએ દરોડા પાડ્યા છે. વહેલી સવારે ઈડીની ટીમ તેમના ઘરે પહોંતી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 

આપના ધારાસભ્યને ત્યાં ઈડીના દરોડા 

ઈડી દ્વારા વધુ એક આમ આદમી પાર્ટીના નેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ગઈ વખતે સાંસદને ત્યાં દરોડા પાડ્યા હતા ત્યારે હવે ધારાસભ્યને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા છે. અમાનતુલ્લા ખાનને ત્યાં ઈડી ત્રાટકી છે. એવી માહિતી સામે આવી છે કે આ કાર્યવાહી દિલ્હી વક્ફ બોર્ડના કામકાજમાં નાણાકીય ગેરરીતિ અને અન્ય ગેરરીતિઓના આરોપ સાથે કરવામાં આવી છે. આ મામલામાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ તેમની સામે એફઆઈઆર નોંધાવી હતી. હવે EDએ આ FIRના આધારે AAP ધારાસભ્ય વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી છે. ગયા વર્ષે પણ આ મામલાને ધ્યાનમાં રાખી છાપેમારી કરવામાં આવી હતી. 5 જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. 

શું છે સમગ્ર મામલો? 

દિલ્હી વક્ફ બોર્ડના કામકાડ દરમિયાન અમાનતુલ્લા ખાને ગેરરીતિ આચરી છે તેવા આરોપો સાથે તેમના ત્યાં દરોડા પાડવામાં આવ્યા તે સમગ્ર કેસની વાત કરીએ તો એવો આરોપ છે કે તેમણે અધ્યક્ષ પક્ષનો દુરૂપયોગ કર્યો છે.અમાનતુલ્લા ખાન પર દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ રહીને પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ છે. અમાનતુલ્લા ખાન પર વક્ફ બોર્ડના બેંક ખાતામાં નાણાકીય અનિયમિતતા અને વાહનોની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ છે. તેમના પર નિયમોનું ઉલ્લંઘન કરીને 32 લોકોની ગેરકાયદેસર નિમણૂક કરવાનો પણ આરોપ છે. આ સંદર્ભે, એસીબીએ જાન્યુઆરી 2020માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.. ત્યારે એક વર્ષ બાદ ફરીથી ધારાસભ્યને ત્યાં રેડ પાડવામાં આવી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?