કોલકાત્તામાં વેપારીના ઘરે ED ના દરોડા, રોકડ ગણવા માટે મશીનો મંગાવાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 08:57:46

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોબાઈલ એપ્લિકેશન ફ્રોડ કેસની તપાસના સંદર્ભમાં કોલકાતામાં એક વેપારીના વિવિધ સ્થાનોમાં દરોડા પાડ્યા હતાં. ઈડીએ  કોલકાત્તાના છ સ્થળો ગાર્ડન રીચ, પાર્ક સ્ટ્રીટ, મેકલિયોડ સ્ટ્રીટ અને મોમીનપુર ખાતે દરોડા પાડ્યા હતાં. આ દરમિયાન મોટી સંખ્યામાં કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા હતાં. એવપં માનવામાં આવી રહ્યું છે કે પરિસરમાંથી ઘણી રોકડ મળી આવી છે.અત્યાર સુધીમાં સાત કરોડ રૂપિયાની ગણતરી કરવામાં આવી છે. હજુ પણ રોકડની ગણતરી કરવામાં આવી રહી છે. રોકડ ગણવા માટે નોટ ગણવાના મશીનો મંગાવવામાં આવ્યા હતા.


શું હતો મામલો?


વાસ્તવમાં, ફેડરલ બેંકના અધિકારીઓએ આમિર ખાન નામના વ્યક્તિ સહિત અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી, જેમાં બેંક અધિકારીઓએ મોબાઈલ ગેમિંગ એપ દ્વારા લોકોને છેતરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ બાદ આ મામલે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.


રોકડ ગણતરી માટે મશીનો લાવવા પડ્યા 


બેંક અધિકારીઓ સાથે ED અધિકારીઓની એક ટીમે શનિવારે કોલકાતાના ગાર્ડન રીચ વિસ્તારમાં ઉદ્યોગપતિ નાસિર ખાનના પરિસરમાં દરોડા પાડ્યા હતા અને 7 કરોડ રૂપિયા રોકડ અને સંપત્તિના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. EDના સૂત્રો કહે છે કે દરોડા ચાલુ છે અને રોકડ રકમની ચોક્કસ રકમની ખાતરી કરવા માટે રોકડ ગણતરી મશીનો લાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ EDના દરોડામાં  પૈસાનો ઢગલો જોવા મળ્યો છે. આ રૂપિયા બેડ નીચે પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરીને રાખવામાં આવ્યા હતા. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...