રાજસ્થાનમાં થોડા સમય બાદ વિધાનસભા ચૂંટણી આવી રહી છે. પેપર લીક મામલે તપાસનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. ગુરૂવારે પૂર્વ શિક્ષણ મંત્રી અને કોંગ્રેસના પ્રમુખ અધ્યક્ષ ગોવિંદ સિંહને ત્યાં ઈડીએ રેડ કરી છે. કોંગ્રેસ નેતા ગોવિંદસિંહ ડોટાસરા સાથે જોડાયેલા કેટલાક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ રેડ જયપુર, દૌસા અને સીકરમાં હાથ ધરવામાં આવી હતી. એવી પણ માહિતી સામે આવી છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્રને પણ ઈડીએ સમન્સ પાઠવ્યું છે. અશોક ગેહલોતે આ અંગેની ટ્વિટ કરી છે. પેપર લીક મામલે આ કાર્યવાહી કરવામાં આવી હોય તેવી માહિતી સામે આવી છે.
અશોક ગેહલોતના પુત્રને ઈડીએ પાઠવ્યા સમન્સ!
ઈડી દ્વારા છેલ્લા ઘણા સમયથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અનેક જગ્યાઓ પર નેતાઓના ઘરે ઈડી દ્વારા રેડ પાડવામાં આવે છે. આજકાલ ઈડી દ્વારા રેડ પાડવામાં આવી છે તેવા સમાચાર સામે આવતા રહે છે. ત્યારે રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષને ત્યાં પણ ઈડીએ રેડ કરી છે. કોંગ્રેસ ધારાસભ્ય ઓમ પ્રકાશ હુડલા સાથે જોડાયેલા સ્થળો પર પણ દરોડાની જાણકારી મળી છે. જાણકારી અનુસાર પૂર્વ સીકર અને જયપુરમાં સ્થિત દોતાસરાના પરિસર અને મહુઆ સીટ હુડલા અને દૌસાના કેટલાક અન્ય પક્ષના ઉમેદવારના પરિસરની સર્ચ કરવામાં આવી રહી છે. અશોક ગેહલોતના પુત્રને પણ સમન્સ આપવામાં આવ્યું છે તેવી ટ્વિટ અશોક ગેહલોતે કરી છે. મહત્વનું છે કે ઈડીની ટીમ સીઆરપીએફ જવાનો તેમજ પોલીસ કાફલાને લઈને રેડ કરવા પહોંચી હતી.
રેડ બાદ અશોક ગેહલોતે આપી પ્રતિક્રિયા
એવા સમયે ઈડી દ્વારા રેડ કરવામાં આવી છે જ્યારે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણી પહેલા આવી રેડ કરવામાં આવતા કોંગ્રેસના નેતાની મુશ્કેલી વધી છે. મહત્વનું છે કે અશોક ગેહલોત દ્વારા પણ અનેક વખત કહેવામાં આવ્યું છે કે ઈડી ત્યાં આવે છે જ્યાં ચૂંટણી હોય છે. આ અંગેની પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ગુંડાગર્દી છે આ.. ઉપરના દબાણ વગર ન તો ED કે CBI આવી શકે..,"
दिनांक 25/10/23
— Ashok Gehlot (@ashokgehlot51) October 26, 2023
राजस्थान की महिलाओं के लिए कांग्रेस की गारंटियाँ लॉंच
दिनांक 26/10/23
-राजस्थान कांग्रेस अध्यक्ष गोविन्द सिंह जी डोटासरा के यहाँ ED की रेड
- मेरे बेटे वैभव गहलोत को ED में हाज़िर होने का समन
अब आप समझ सकते हैं, जो मैं कहता आ रहा हूँ कि राजस्थान के अंदर ED की… pic.twitter.com/6hUbmCHCW1