દેશના મોટા શરાબ વેપારીઓ પર ED ત્રાટકી, મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કાર્યવાહી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 12:18:49

દિલ્હીમાં દારૂ કૌભાંડ મુદ્દે EDએ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જોકે મહત્વની વાત એ છે કે, આ વખતે EDના દરોડામાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનો સમાવશે થતો નથી. મંગળવારે EDએ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ વખતે તપાસ એજન્સીએ દારૂના વેપારીને ટાર્ગેટ બનાવ્યા છે. EDએ આજે મંગળવારે સવારે મેસર્સ ઈન્ડો સ્પિરિટ્સના એમડી સમીર મહેન્દ્રુના ઠેકાણા પર પણ દરોડા પાડ્યા છે. સમીર મહેન્દ્રુ દિલ્હીના જોરબાગ વિસ્તારમાં નિવાસ કરે છે. તેમના પર મેસર્સ રાધા ઇન્ડસ્ટ્રીઝના રાજેન્દ્ર પ્લેસ ખાતે આવેલી યુકો બેંકના ખાતામાં રૂપિયા 1 કરોડ ટ્રાન્સફર કરવાનો આરોપ છે. 


દારૂ કૌભાંડમાં ED એક્સનમાં


દિલ્લીમાં દારૂ કૌંભાડ બહાર આવ્યા બાદ ઈડી એક્સનમાં આવી છે, ઈડીએ દિલ્હી, ચંદીગઢ, ગુરૂગ્રામ, લખનઉ, ઉપરાંત મુંબઈ, બેંગલુરૂ અને હૈદરાબાદમાં પણ દરોડા પાડ્યા હતા. આ કેસમાં અનેક અજ્ઞાત આરોપી, કંપનીઓ સહિત 16 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસને બાદમાં ઈડીએ ટેકઓવર કરી મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ તપાસ કરી રહી છે.  



બીજેપીએ કર્યું હતું સ્ટિંગ


ઈડી પણ ભાજપના સ્ટિંગ બાદ જ હરકતમાં આવી છે. એક દિવસ પહેલા જ એક દારૂના વેપારીના પિતાનું કથિત સ્ટિંગ ઓપરેશન ભાજપે જાહેર કર્યું હતું, આ સ્ટિંગ વીડિયોમાં શરાબ વેપારીના પિતા સ્પષ્ટપણે સ્વિકારી રહ્યા છે કે આપ સરકાર શરાબ નીતિ હેઠળ કમિશન લેતી હતી અને વેપારીઓને મનમરજી મુજબ  કામ કરવાની આઝાદી આપતી હતી.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.