લિકર પોલિસી કૌભાંડ મુદ્દે 25 સ્થળોએ EDના દરોડા, કેસમાં અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 13:35:41


દિલ્હી સરકારની નવી આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત કૌભાંડના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે ફરી એક મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સી EDએ દિલ્હી, પંજાબ, હૈદરાબાદમાં 25 સ્થળોએ દરોડા પાડ્યા છે. EDએ દારૂના મોટા વેપારીઓના નિવાસસ્થાને અને અન્ય સ્થળો પર  દારૂના મોટા વેપારીઓના નિવાસસ્થાને દારૂના મોટા વેપારીઓના નિવાસસ્થાને પાડ્યા છે. 


ઉચ્ચ અધિકારીઓ CBIના રડાર પર


ઈડીનો આબકારી નીતિ સાથે સંબંધિત મની લોન્ડ્રિંગ કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની એફઆઈઆર પર આધારિત છે, જેમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને કેટલાક ઉચ્ચ અધિકારીઓને પણ આરોપી દર્શાવવામાં આવ્યા છે. સીબીઆઈએ 19 ઓગસ્ટના રોજ આ કેસના સંબંધમાં સિસોદિયા (50), ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અધિકારી અને દિલ્હીના પૂર્વ આબકારી કમિશનર આરવ ગોપી કૃષ્ણના દિલ્હી ખાતે આવેલા નિવાસસ્થાન અને સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 19 અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા. 


અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ



અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી દિલ્હી સરકારમાં મનીષ સિસોદિયાની પાસે આબકારી અને શિક્ષણ સહિત અનેક વિભાગ છે. કથિત કૌભાંડમાં અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. આમાં આમ આદમી પાર્ટીના આઈટી સેલના ચીફ વિજય નાયર અને દારૂના વેપાર સાથે જોડાયેલા સમીર મહેન્દ્રુ, અભિષેક બોઈનપલ્લીના નામનો સમાવેશ થાય છે.



સમગ્ર મામલો શું છે? 


લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હીના મુખ્ય સચિવના એક રિપોર્ટના આધારે નવી આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત કૌભાંડની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની ભલામણ કરી હતી. મુખ્ય સચિવે 8મી જુલાઈના રોજ પોતાનો રિપોર્ટ લેફ્ટનન્ટ ગવર્નરને મોકલ્યો હતો, જેમાં તેમણે ગયા વર્ષે અમલમાં મૂકાયેલી આબકારી નીતિ (excise policy)માં બેદરકારી તેમજ નિયમોની અવગણના અને તેના અમલીકરણમાં ગંભીર ક્ષતિના આરોપ લગાવ્યા હતા. આમાં અન્ય બાબતોની સાથે-સાથે ટેન્ડરોને અંતિમ સ્વરૂપ આપવામાં અનિયમિતતા અને પસંદ કરેલ વિક્રેતાઓને ટેન્ડર બાદ ફાયદો પહોંચાડવાનો પણ સમાવેશ થાય છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?