આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે ઈડીના દરોડા પડ્યા છે. દિલ્હી ખાતે આવેલા આવાસ પર બુધવારે સવારે ઈડીના અધિકારીઓએ છાપેમારી કરી છે. ઈડીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને અધિકારીઓ તેમના ઘરમાં છે અને તપાસ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર શરાબ ઘોટાળા મામલે સાંસદ સંજય સિંહના ઘર પર છાપેમારી કરી હતી. મહત્વનું છે કે આપ સાંસદ સંજય સિંહનું નામ શરાબ ઘોટાલામાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તેમનું નામ સામેલ છે. આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ તપાસ એજન્સીના રડાર પર છે તેવું લાગી રહ્યું છે.
સવારે સાત વાગ્યે તપાસ એજન્સીની ટીમ પહોંચી સાંસદના ઘરે
બુધવાર સવારે આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહના ઘરે ઈડીની ટીમ પહોંચી છે. દિલ્હી સ્થિત સાંસદના ઘરે ઈડીની ટીમ તપાસ કરી રહી છે. સંજયસિંહના ઘરે બીજી વખત ઈડીની ટીમ પહોંચી છે. આ અંગેની જાણકારી સંજય સિંહે પોતે આપી છે. સવારે સાત વાગ્યાની આસપાસ ઈડી દ્વારા સાંસદના ઘરે રેડ કરવામાં આવી. આની પહેલા મે મહિનામાં પણ ઈડી દ્વારા રેડ કરવામાં આવી છે. ઈડી અને સીબીઆઈ તેમને ઘેરી રહ્યું છે.
શરાબ ઘોટાળામાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં છે સાંસદનું નામ
ઈડી તેમજ સીબીઆઈ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને લઈ સંજયસિંહ અનેક વખત પ્રક્રિયા આપી રહ્યા છે. અવાર-નવાર કરવામાં આવતી કાર્યવાહીને લઈ તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીના માધ્યમથી વિપક્ષના નેતાઓને ડરાવી રહી છે. એવી માહિતી સામે આવી છે કે દિલ્હી દારૂ નીતિ મામલે આ તપાસ કરવામાં આવી રહી છે. શરાબ ઘોટાળામાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં સંજયસિંહનું નામ પણ સામેલ છે. તેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી બાદ અલગ અલગ નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે.