EDનો અધિકારી રૂ. 15 લાખની લાંચ લેતા ઝડપાયો, રાજસ્થાન ACBએ કરી ધરપકડ, કોંગ્રેસે માર્યો ટોણો


  • Published By :
  • Published Date : 2023-11-02 18:09:46

તાજેતરમાં રાજસ્થાનમાં EDએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોટાસરાના પરિસરમાં દરોડા પાડ્યા હતા, આ સિવાય ફેરા સંબંધિત એક કેસમાં સીએમ ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતની પૂછપરછ કરવામાં આવી હતી. હવે રાજસ્થાન ACBએ ED અધિકારી સામે કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીના અધિકારી પર એક વચેટિયા દ્વારા 17 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે.


સમગ્ર મામલો શું છે?


સૂત્રોના જણાવ્યા અનુસાર, ED ઓફિસર નવલ કિશોર મીણા પર એક વચેટિયા દ્વારા 17 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે, ત્યારબાદ રાજસ્થાન સરકારની તપાસ એજન્સીએ કેન્દ્રીય એજન્સીના અધિકારીની ધરપકડ કરી છે. ACBએ ED અધિકારીને અપ્રમાણસર સંપત્તિના કેસમાં ટ્રેપ કર્યા હતા, ત્યારબાદ તેમની સાથે સંબંધિત સ્થળોએ દરોડા પાડ્યા હતા અને અધિકારીની ધરપકડ કરી છે. નવલ કિશોર મીણા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં EO તરીકે કામ કરતા હતા. નવલ કિશોર પર ચિટફંડ સંબંધિત એક કેસ બંધ કરવા અને પ્રોપર્ટી અટેચ ન કરવા અને ધરપકડથી બચાવવા માટે 17 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે, ત્યારબાદ 15 લાખ રૂપિયાની લાંચ લેતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.


રાજસ્થાન ACBએ શું કહ્યું?


આ કેસમાં રાજસ્થાન ACBએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, "એન્ફોર્સમેન્ટ ઓફિસર નવલ કિશોર મીણા અને તેના સહયોગી બાબુલાલ મીણાની ખેરથલ તિજારા જિલ્લાના મુંડાવરમાં ફરિયાદી પાસેથી રૂ. 15 લાખની લાંચ લેતી વખતે ધરપકડ કરવામાં આવી છે." ACBના એડિશનલ ડાયરેક્ટર જનરલ હેમંત પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે, ACBના જયપુર નગર III યુનિટને ફરિયાદી દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી કે ઇડી ઇમ્ફાલમાં નોંધાયેલા ચિટફંડ કેસના સમાધાનના બદલામાં, મિલકત જપ્ત ન કરવા અને કોઇ ધરપકડ ન કરવા માટે ઇમ્ફાલ સબ ઝોન ઓફિસના ઈઓ નવલ કિશોર મીણા દ્વારા    રૂ. 17 લાખની લાંચની રકમ  માંગવામાં આવી હતી. ત્યાર બાદ 15 લાખની લાંચ લેતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.


કોંગ્રેસ અને ભૂપેશ બઘેલે શું કહ્યું?


કોંગ્રેસે કહ્યું કે ACBએ ED અધિકારી નવલ કિશોર મીણા અને તેના સહયોગી બાબુલાલ મીણાની ધરપકડ કરી છે. તેઓ ED સંબંધિત એક કેસને છૂપાવવા માટે રૂ. 17 લાખની લાંચની માંગણી કરી રહ્યા હતા. જ્યારે ભુપેશ બઘેલે સોશિયલ મીડિયા X પર લખ્યું, "ઇડી અધિકારીની જયપુરમાં 15 લાખની લાંચ લેતા ધરપકડ કરવામાં આવી છે." એટલા માટે હું વારંવાર કહી રહ્યો છું કે શેરીઓમાં ફરતા આ ED અધિકારીઓના વાહનોની તપાસ થવી જોઈએ. દરોડાની આડમાં, શું તેઓ કમળ છાપના સ્ટાર પ્રચારક બનીને ફરતા નથી ને? 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?