ઝારખંડના મુખ્યમંત્રીને ત્યાં ઈડીની ટીમ આવી પહોંચી. દિલ્હી ખાતે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના આવાસ પર ઈડીની ટીમ ત્રાટકી છે. મળતી માહિતી અનુસાર મની લોન્ડરિંગ કેસને લઈ ઈડીની ટીમ પૂછપરછ માટે મુખ્યમંત્રીના ઘરે પહોંચી છે. એવી માહિતી પણ સામે આવી રહી છે કે જો જરૂર પડશે તો મુખ્યમંત્રીની ધરપકડ પણ કરવામાં આવી શકે છે. અધિકારીઓ સીએમ સોરેનની પૂછપરછ કરવા માટે પહોંચી હતી મની લોન્ડરિંગના કેસમાં.
20 જાન્યુઆરીએ આ મામલામાં મુખ્યમંત્રીએ નોંધાવ્યું હતું નિવેદન
મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા અત્યારસુધીમાં 14 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસને લઈ 20 જાન્યુઆરીએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનું નિવેદન તેમના ઘરે નોંધ્યું હતું. ત્યારે આજે સોમવાર સવારે પણ ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મુખ્યમંત્રીના દિલ્હી સ્થિત આવાસે તપાસ માટે પહોંચી હતી.
9 વખત ઈડીએ સીએમને પાઠવ્યું હતું સમન્સ
મીડિયા રિપોર્ટ પ્રમાણે કથિત જમીન કૌભાંડ કેસ મામલે ઈડી મુખ્યમંત્રીના ઘરે પૂછપરછ માટે પહોંચી હતી. ઈડી સમક્ષ મુખ્યમંત્રીને પેશ થવા માટે અનેક વખત સમન્સ આપવામાં આવ્યું હતું, પૂછપરછ માટે પેશ થવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તે ગયા ન હતા. મીડિયા રિપોર્ટ અનુસાર ઈડીએ મુખ્યમંત્રી સોરેનને પેશ થવા માટે 29 અથવા 31 જાન્યુઆરીની તારિખ પણ આપી હતી. પરંતુ આ વખતે ઈડીના અધિકારીઓ પોતે જ મુખ્યમંત્રીને ત્યાં પહોંચી ગયા.