ઝારખંડના CM હેમંત સોરેન સાથે EDની પૂછપરછ, આજે થઈ શકે છે ધરપકડ


  • Published By :
  • Published Date : 2024-01-31 14:29:40

કથિત જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની પૂછપરછ કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને પહોંચી છે. સીએમ આવાસ પર ધારાસભ્યો પણ હાજર છે. રાંચીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ સ્થળોએ દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. EDના સમન્સ પર હેમંત સોરેને પોતે EDને જવાબ આપવા માટે આજે બપોરે સમય આપ્યો હતો. તાજેતરમાં, હેમંત સોરેન અચાનક ગાયબ થઈ ગયા હતા, ત્યારબાદ EDએ તેમની શોધ શરૂ કરી હતી. જોકે, હેમંત સોરેન સોમવારે મોડી રાત્રે ફરી રાંચી પહોંચ્યા હતા.


હેલમેટ પહેરીને પહોંચી EDની ટીમ


હેમંત સોરેનની પૂછપરછ માટે પહોંચેલી ઈડીની ટીમને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વણસે તેવી આશંકા છે. તેથી ઈડીએ ઝારખંડ સરકારને એક ચિઠ્ઠી લખી છે, જેમાં તેને સુરક્ષા માટે પુરતો બંદોબસ્ત કરવાનું  કહેવામાં આવ્યું છે. તે માટે સરકારે ત્રણ ટીમ બનાવી છે. ઈડીની ટીમ પણ હેલમેટ પહેરીને સીએમ નિવાસસ્થાન જઈ રહી છે. ઈડીની ટીમ એક ઈનોવામાં રાખીને સીએમ હાઉસ પહોંચી છે. 


કલ્પના સોરેનને CMની જવાબદારી


હેમંત સોરેને પાટનગર રાંચી પહોંચીને તેમના સત્તાવાર નિવાસસ્થાને ધારાસભ્યો અને JMMના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સોરેનની પત્ની કલ્પના સોરેન પણ ઉપસ્થિત રહ્યા હતા.JMMનું કહેવું છે કે બેઠકમાં આગળની રણનિતી પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકોમાં, ધારાસભ્યોએ હેમંત સોરેન સરકાર સાથે એકતા વ્યક્ત કરી અને કોઈના નામ વગર સમર્થનના પત્ર પર સહી પણ કરી હતી. એવી અટકળો છે કે હેમંતની ધરપકડની સ્થિતિમાં તેની પત્ની કલ્પના સોરેનને મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?