વિપક્ષો પર ED-CBIના દરોડા, તો શું ભાજપના નેતાઓ દુધે ધોયેલા છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 12:03:09

દેશની રાજનિતીમાં  ED,CBI અને IB સહિતની તપાસ એજન્સીઓનો શાસક પક્ષ દ્વારા દુરપયોગએ કોઈ નવી બાબત નથી, પરંતુ 2014માં ભાજપ કેન્દ્રમાં સત્તામાં આવી ત્યારથી વિપક્ષી નેતાઓ જાણે દુશ્મન હોય તે રીતે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યાનો ભાજપ પર આરોપ લાગી રહ્યો છે, શરૂઆતમાં તો માત્ર કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર સિકંજો કસવામાં આવતો હતો, જો કે હવે તો આમ આદમી પાર્ટી,રાષ્ટ્રીય જનતા દળ, ઝારખંડ મુક્તિ મોરચા,તૃણમુલ કોંગ્રેસ,NCP અને શિવસેનાના નેતાઓ પર પણ ધોંસ વધી છે. 

ભાજપની સાથે નહીં તે સામે 

ભ્રષ્ટાચાર,છેતરપિંડી અને મની લોન્ડ્રીંગના કેસ સરકારનું મુખ્ય હથિયાર બન્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉત, આપના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયા,આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન,TMC નેતા અભિષેક બેનર્જી, પાર્થો ચેટર્જી,NCP નેતા અનિલ દેશમુખ,નવાબ મલિક, અને હવે ઝારખંડ મુક્તી મોરચા તથા RJDના કેટલાક નેતાઓ પર પણ ઈડીની રેડ પડી છે. વિપક્ષી નેતાના ઘરે પડતા દરોડા ચર્ચાનો વિષય બન્યો છે.

વિપક્ષોની એકતા માટે હાકલ 

વિવિધ રાજકીય પાર્ટીના નેતાઓને થતી હેરાનગતીને લઈ મમતા બેનર્જી તથા શરદ પવાર પણ અનેક વખત વિપક્ષી એકતા માટે હાકલ કરી ચુંક્યા છે, ભાજપની પંજાબમાં થયેલી હાર બાદ ઈડી અને સીબીઆઈની ધોંસ વધી રહી છે, ચૂંટણી નજીક છે ત્યારે આપના નેતાઓને ખાસ નિશાન બનાવવામાં આવે છે,ઈડી અને સીબીઆઈના દરોડા વિપક્ષી નેતાઓની છબી ખરડવામાં ઉપયોગી બને છે.

ભાજપના નેતાઓ કેટલા પ્રામાણિક?

વિપક્ષો પર વધી રહેલી સીબીઆઈ અને ઈડીની તપાસે હવે ભાજપના નેતાઓની ઈમાનદારી અંગે પણ ચર્ચા જગાવી છે, ભાજપના નેતાઓ ગંગામાં નાહ્યેલા છે તેવા પ્રશ્નો પણ થઈ રહ્યા છે,  UPAના શાસનમાં અમિત શાહ, બી એસ યદીયુરપ્પા,શિવરાજ સિંહ ચૌહાણ,નિતીન ગડકરી, નારાયણ રાણે, હેમંત બિસ્વા શર્મા સહિતના નેતાઓ પણ સીબીઆઈ અને ઈડીના દરોડાનો સામનો કરી ચુક્યા છે. જો કે હાલ તેમના પર થયેલા કેસની શું સ્થિતી છે તે સૌ કોઈ જાણે છે, આમ જે પાર્ટી સત્તામાં આવે ત્યારે તેના નેતાઓ રાતોરાત ઈમાનદાર બની જાય છે. જો કે આ પરિસ્થતિ લોકશાહી માટે તો ચોક્કસપણે ખતરનાક જ છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?