EDએ ક્રિપ્ટો એક્સચેન્જ સામે કડક કાર્યવાહી કરી છે, એજન્સીએ ક્રિપ્ટો એક્સચેન્જ દ્વારા મની લોન્ડ્રિંગના કેસમાં 907 કરોડ રૂપિયાની સંપત્તી જપ્ત કરી છે. ઈડીએ ત્રણ લોકોની ધરપકડ પણ કરી છે. ક્રિપ્ટો એક્સચેન્જને લઈ એક સવાલનો જવાબ આપતા નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સોમવારે સંસદમાં આ માહિતી આપી હતી.
સેન્ટ્રલ GSTએ ચોરી પકડી
સેન્ટ્રલ જીએસટીએ 12 ક્રિપ્ટો એક્સચેન્જ દ્વારા 87.60 કરોડ રૂપિયાના મૂલ્યના જીએસટીની ચોરી શોધી કાઢી છે. તેમણે જણાવ્યું કે વ્યાજ અને દંડ સહિત 110.97 કરોડ રૂપિયા રિકવર કર્યા છે. મંત્રીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે 8 કેસમાં હજુ પણ કેટલાક લોકો સામે તપાસ ચાલી રહી છે. ત્યાંજ વ્યાજ અને દંડ સહિત ટેક્સની ચૂકવણી બાદ ચાર કેસ બંધ કરાયા છે.
કોની સામે થઈ કાર્યવાહી?
મંત્રી પંકજ ચૌધરીઓ જણાવ્યું કે WazirXના નામથી લોકપ્રિય ક્રિપ્ટો એક્સચેન્જ Zanmai Labs Pvt Ltdના કેસમાં કંપની અને તેના ડાયરેક્ટર્સની 289.68 કરોડ રૂપિયાના મુલ્યની એસેટ્સને જપ્ત કરી છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ની જોગવાઈના ઉલ્લંઘનને લઈ કંપની અને તેના ડાયરેક્ટક્સ સામે આ કાર્યવાહી કરી છે.
ભારતમાં ક્રિપ્ટો એસેટ્સ અનરેગ્યુલેટેડ
વર્તમનામાં દેશમાં ક્રિપ્ટો એસેટ્સ પર કોઈ નિયમનકારી ઓથોરીટી નથી. અમેરિકાના ફેડ રિઝર્વની કાર્યવાહીથી ગ્રોથની સંભાવના નબળી પડી છે. દેશમાં અન્ય રિસ્કી એસેટ્સની જેમ ક્રિપ્ટો ટોકનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.