ઘણા સમયથી એવી ચર્ચાઓ થઈ રહી હતી કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે ત્યારે ગઈકાલે અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે મોડી રાત્રે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડીએ કરી હતી. કથિત દારૂ કૌભાંડ મામલે તપાસ કરવા માટે ઈડી દ્વારા અનેક વખત તેમને સમન્સ પાઠવવામાં આવ્યા હતા પરંતુ તે પૂછપરછ માટે હાજર થયા ન હતા. મુખ્યમંત્રી હાજર ના થયા તો ઈડીની ટીમ મુખ્યમંત્રીના ઘરે પૂછપરછ કરવા માટે પહોંચી હતી. 2 કલાક જેટલો સમય પૂછપરછ કરવામાં આવી અને તે બાદ તેમની ધરપકડ થઈ ગઈ.
અનેક વખત ઈડીએ પાઠવ્યા હતા અરવિંદ કેજરીવાલને સમન્સ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ગઈકાલ રાત્રે થઈ ગઈ છે. કથિત દારૂ કૌભાંડને લઈ ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. દિલ્હી સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે નવી લિકર પોલીસીમાં ભ્રષ્ટાચાર થયો છે. પૂછપરછ માટે અનેક વખત ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું પરંતુ અનેક વખત તે સમન્સને ગેરબંધારણીય આમ આદમી પાર્ટી દ્વારા ગણાવવામાં આવ્યું છે. ધરપકડને રોકવા માટે અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હી હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવ્યા હતા. પરંતુ હાઈકોર્ટે તેમની ધરપકડ પર રોક ન લગાવી હતી. તેમના તરફથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે જો તેઓ ED સમક્ષ હાજર થાય તો તેમની ધરપકડ કરવામાં ન આવે. કોર્ટે આવી કોઈ બાંયધરી આપી નથી કે તેની ધરપકડ પર સ્ટે મૂક્યો નથી.
મોટી સંખ્યામાં ગોઠવાઈ ગયો હતો પોલીસનો કાફલો!
પૂછપરછ કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રીને અનેક વખત ઈડીએ સમન્સ પાઠવ્યા હતા. પરંતુ તે પૂછપરછ માટે હાજર થયા હતા. ત્યારે ગઈકાલ સાંજે ઈડીની ટીમ મુખ્યમંત્રીના ઘરે પહોંચી હતી અને તેમની 2 કલાક સુધી પૂછપરછ કરી હતી. પૂછપરછ કરવામાં આવી રહી હતી ત્યારથી જ એવું લાગતું હતું કે ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે. પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી. ઈડીની ટીમની સાથે સાથે દિલ્હી પોલીસ પણ ત્યાં હાજર હતી.
આમ આદમી પાર્ટીના તેમજ કોંગ્રેસના નેતા પહોંચ્યા હતા સમર્થન માટે
સીએમના ઘરની બહાર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી હતી. ઈડી જ્યારે કેજરીવાલના ઘરે પહોંચી ત્યારે જ આમ આદમી પાર્ટી દ્વારા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડવામાં આવ્યા. આ મામલે તરત સુનાવણી થાય તેવી માગ કરવામાં આવી. મુખ્યમંત્રીની ધરપકડ થઈ ત્યારે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતા ત્યાં પહોંચી ગયા હતા ઉપરાંત ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત કોંગ્રેસના નેતાઓ પણ સમર્થન માટે ત્યાં પહોંચ્યા હતા.