નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે આર્થિક સર્વેક્ષણ રજુ કર્યું હતું. વર્ષ 2023ના આર્થિક સર્વેક્ષણમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે વર્ષ 2023-24માં દેશની આર્થિક વૃધ્ધીની ગતિ 6 થી 6.8 ટકા સુધી રહી શકે છે. આ વિકાસ દર ચાલુ નાણાકિય વર્ષમાં 7 ટકાની અનુમાનિત વૃધ્ધી દરની તુલનામાં ઓછી છે.
Finance Minister Nirmala Sitharaman tables the Economic Survey 2022-23 in Parliament pic.twitter.com/sUMW7RAkWx
— ANI (@ANI) January 31, 2023
ઝડપી આર્થિક રિકવરી જોવા મળી
Finance Minister Nirmala Sitharaman tables the Economic Survey 2022-23 in Parliament pic.twitter.com/sUMW7RAkWx
— ANI (@ANI) January 31, 2023સરકારના વાર્ષિક આર્થિક સર્વેક્ષણ 2023ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ઝડપી રિકવરી જોવા મળી છે. આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ઘરેલું માંગ અને મૂડી રોકાણ વધવાથી વૃદ્ધિને મજબૂતી મળશે.
મજબૂત વૃદ્ધિની અપેક્ષા
આર્થિક સર્વેક્ષણ 2023માં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે મજબૂત ફંડામેન્ટલ્સને કારણે ભારતની વૃદ્ધિની ગાથા ચાલુ રહેશે. આ ખાતરી વૈશ્વિક પડકારો વચ્ચે આવી છે.
આર્થિક સર્વેની મોટી બાબતો
1-આર્થિક સર્વેમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ચાલુ ખાતાની ખાધ સતત વધતી રહેશે તો ભારતીય રૂપિયા પર દબાણ વધી શકે છે.
2-આર્થિક સર્વેમાં એવી ધારણા છે કે નાણાકીય વર્ષ 2023-24માં આર્થિક વૃદ્ધિની ગતિ સાત ટકા રહી શકે છે.
સર્વેમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2022-23ના બીજા છ મહિનામાં વૈશ્વિક આર્થિક વૃદ્ધિની ધીમી ગતિ, વૈશ્વિક વેપારમાં સંકોચનને કારણે નિકાસ મોરચે કેટલીક ચિંતાઓ ઊભી થઈ છે.
3-આર્થિક સર્વેક્ષણ 2023 માં, તે બાબત દર્શાવવામાં આવી છે કે વિનિમય દરની દ્રષ્ટિએ ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે જ્યારે તે ખરીદ શક્તિની સમાનતાની દ્રષ્ટિએ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
4-આર્થિક સર્વેક્ષણ 2023માં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે જીડીપી વૃદ્ધિની ગતિમાં ઘટાડો થવા છતાં ભારત નાણાકીય વર્ષ 2023-24માં વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે.