PM કિસાન સન્માન નિધિ યોજના માટે 3 વર્ષમાં રૂ. 2 લાખ કરોડ ફાળવાયા, 11.3 કરોડ ખેડૂતોને થયો લાભ


  • Published By :
  • Published Date : 2023-01-31 18:35:58

ખેડૂતોને આર્થિક મદદ કરવાના આશયથી સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે. આર્થિક સર્વેક્ષણ 2023 રજૂ કરતાં મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરને જણાવ્યું કે દેશના 11.3 કરોડ લોકોને PM કિસાન યોજનાનો લાભ મળી રહ્યો છે. આ યોજના હેઠળ 3 વર્ષમાં લાભાર્થી ખેડૂતોને 2 લાખ કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરવામાં આવી છે.


કિસાન સન્માન નિધિ યોજના શું છે?


કૃષિ કાર્યો માટે ખેડૂતોની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ 3 હપ્તામાં 2,000 રૂપિયા કરીને સીધી ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. સરકારે સપ્ટેમ્બર 2022માં 10 લાખ ખેડૂતોને 12મા હપ્તા માટે 8 કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. હવે ખેડૂતો 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..