ભારતનો આર્થિક વિકાસ દર જુલાઈ-સપ્ટેમ્બર Q2માં ઘટીને 6.3 ટકા રહ્યો છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં વિકાસ દર 8.4 ટકા હતો. જ્યારે, આ જ નાણાકીય વર્ષના Q1માં વૃદ્ધિ દર 13.5 ટકા હતો. બીજા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ ખૂબ જ ઓછી રહી છે. મેન્યુફેક્ચરિંગ અને માઈનિંગ સેક્ટરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અર્થશાસ્ત્રીઓએ બીજા ક્વાર્ટરમાં 7.2 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો.
India's economy slows to 6.3 pc in July-Sep quarter
Read @ANI Story | https://t.co/SNg6v0X8HY
#India #Economy pic.twitter.com/01cJTw8woP
— ANI Digital (@ani_digital) November 30, 2022
દેશનો વિકાસ દર ઘટ્યો
India's economy slows to 6.3 pc in July-Sep quarter
Read @ANI Story | https://t.co/SNg6v0X8HY
#India #Economy pic.twitter.com/01cJTw8woP
ભારતનો આર્થિક વિકાસ જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ધીમો પડીને 6.3 ટકા રહ્યો છે. 2022-23 ના બીજા ત્રિમાસિક ગાળામાં સ્થિર (2011-12) કિંમતો પર વાસ્તવિક જીડીપી 38.17 લાખ કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે. જ્યારે 2021-22 ના બીજા ક્વાર્ટરમાં તે 35.89 લાખ કરોડ રૂપિયા હતો. 30 સપ્ટેમ્બરે પૂરા થયેલા ત્રણ મહિના માટે જીડીપી રીડિંગ એપ્રિલ-જૂનમાં 13.5 ટકાની મજબૂત વૃદ્ધિથી ધીમી પડી હતી. બીજા ક્વાર્ટરનો વિકાસ દર 6.3 ટકા રહ્યો છે, જ્યારે એક વર્ષ પહેલા એટલે કે 2021ના સમાન સમયગાળામાં જીડીપી 8.4 ટકા હતો. તે સમયે, કોરોના લોકડાઉન પ્રતિબંધોથી અસરગ્રસ્ત પ્રવૃત્તિઓ પણ સમાન સમયગાળામાં જોવા મળી હતી.
મેન્યુફેક્ચરિંગ, માઈનિંગ સેક્ટરમાં ઘટાડો
નાણાકીય વર્ષ 2022-23ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 4.3 ટકાનો ઘટાડો થયો છે, જે અગાઉના ક્વાર્ટરમાં 5.6 ટકા હતો. જ્યારે, ખાણકામ ક્ષેત્રે ગયા વર્ષના બીજા ક્વાર્ટરમાં 14.5 ટકાની સરખામણીએ 2.8 ટકાનો તીવ્ર ઘટાડો થયો છે.
કૃષિ અને પ્રવાસન ક્ષેત્રનો વિકાસ દર વધ્યો
જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કૃષિ ક્ષેત્રે 4.6 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. વેપાર, હોસ્પિટાલિટી અને પર્યટન સહિતના સંપર્ક-સઘન ક્ષેત્રે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 9.6 ટકાની સરખામણીએ 14.7 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. કન્સ્ટ્રક્શન સેગમેન્ટમાં ત્રિમાસિક ગાળામાં 6.6 ટકાનો વધારો નોંધાયો હતો.
વિશ્લેષકોએ ઉચ્ચ વૃદ્ધિની આગાહી કરી હતી
વિશ્લેષકો અને અર્થશાસ્ત્રીઓએ બીજા ત્રિમાસિક ગાળા માટે 5.8 ટકાથી 7.2 ટકાની રેન્જમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. ત્યારે વિશ્લેષકોએ કહ્યું હતું કે અર્થતંત્ર 'સામાન્ય' વૃદ્ધિ તરફ પાછું આવશે. તે જ સમયે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ જુલાઈથી સપ્ટેમ્બર માટે આર્થિક વૃદ્ધિ દર 6.1-6.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.