દેશમાં ગમે ત્યાંથી મતદાન કરી શકાશે, ચૂંટણી પંચના આ પ્લાનથી બદલાઈ જશે વોટિંગ સિસ્ટમ


  • Published By :
  • Published Date : 2022-12-29 14:11:11

પરપ્રાંતિય મતદારો પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચે નવી પહેલ કરી છે. ચૂંટણી પંચ રિમોટ વોટિંગની સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. રિમોટ વોટિંગના કારણે પરપ્રાંતિય મતદારોને મતદાન કરવા માટે તેમના ગૃહ રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં. ચૂંટણી પંચે રિમોટ ઈવીએમનો ખાસ પ્રોટોટાઈપ તૈયાર કર્યો છે. RVMની સૌથી મોટી વિશેષતા એ છે કે એક જ પોલિંગ બુથથી 72 અલગ-અલગ ચૂંટણી વિસ્તારોમાં આ મશીનથી મતદાન કરાઈ શકાય છે. 


રાજકીય પાર્ટીઓ સામે થશે ડેમો


ચૂંટણી પંચે 16મી જાન્યુઆરીએ તમામ રાજકીય પક્ષો માટે આ મશીનનો લાઈવ ડેમો પણ રાખ્યો છે. પ્રોટોટાઈપ RVMના ટેસ્ટિંગ માટે દેશની 8 રાષ્ટ્રિય પાર્ટીઓ અને 57 સ્થાનિક પાર્ટીઓને જાણકારી આપવામાં આવી છે. આ દરમિયાન આ ક્ષેત્ર સાથે જોડાયેલા એક્સપર્ટ પણ હાજર રહેશે. જો ડેમો દરમિયાન કોઈ પણ પ્રકારની કોઈ પણ આશંકા રહેશે તો તે દુર કરવામાં આવશે.


પ્રોટોટાઈપ RVM શા માટે? 


દેશમાં દરેક ચૂંટણીમાં મતદાન સતત ઘટી રહ્યું છે, તેનું એક કારણ લોકોનું સ્થળાંતર પણ છે. મતદારો રોજી રોટી માટે અન્ય રાજ્યોમાં જતા હોવાથી અને ચૂંટણી વખતે તેમના ગૃહ રાજ્યમાં અસમર્થ હોવાથી મતદાન કરી શકતા ન હતા.  પ્રોટોટાઈપ RVM આ લોકો માટે આશિર્વાદરૂપ બનશે તેવું મનાય છે. ચૂંટણી પંચે નિવેદનમાં જણાવ્યું હતું કે 2019ની સામાન્ય ચૂંટણીમાં 67.4% મતદાન થયું હતું. 30 કરોડથી વધુ મતદારોએ મતદાન કર્યું ન હતું. ચૂંટણી પંચે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?