ચૂંટણી પંચે કાળા નાણાનાં દુષણને સાફ કરવા માટે રાજકીય પાર્ટીઓને આપવામાં આવતા રોકડ દાન ₹20,000 થી ઘટાડીને ₹2,000 કરવાનો નિર્ણય કર્યો છે તે ઉપરાંત ચૂંટણી પંચે રોકડ દાનને 20% અથવા વધુમાં વધુ ₹20 કરોડ કરવાની દરખાસ્ત કરી છે.
ECએ કેન્દ્રીય કાયદા પ્રધાનને લખ્યો પત્ર
પ્રાપ્ત માહિતી પ્રમાણે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુને પત્ર લખીને લોક પ્રતિનિધિત્વ કાયદામાં કેટલાક સુધારાની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે, પંચની ભલામણોનો હેતુ રાજકીય પાર્ટીઓને ફંડ આપવાની પ્રણાલીમાં સુધારો અને પારદર્શિતા લાવવાનો છે. કમિશને આ પગલું ત્યારે ઉઠાવ્યું છે જ્યારે તેણે તાજેતરમાં જ રજિસ્ટર્ડ લિસ્ટમાંથી એવી 284 પાર્ટીઓને હટાવી દીધી છે જે નિયમોનું પાલન નહોતી કરી રહી હતી. આવકવેરા વિભાગે તાજેતરમાં કરચોરીના આરોપસર આવા અનેક રાજકીય એકમોના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા.
ચૂંટણીઓમાં પારદર્શિતા વધશે
સૂત્રોનું કહેવું છે કે, ચૂંટણી પંચે રાજકીય પક્ષોને એક વખતના રોકડ દાનની મહત્તમ મર્યાદા 20 હજાર રૂપિયાથી ઘટાડીને 2 હજાર રૂપિયા કરવાની હિમાયત કરી છે. હાલના નિયમો પ્રમાણે રાજકીય પાર્ટીઓએ 20,000 રૂપિયાથી વધુનું તમામ દાન જાહેર કરવું પડશે. આ અંગેનો અહેવાલ પંચ સમક્ષ રજૂ કરવાનો રહેશે. સૂત્રોએ જણાવ્યું કે, જો આયોગના આ પ્રસ્તાવને કાયદા મંત્રાલયની મંજૂરી મળી જાય તો 2000 રૂપિયાથી વધુના તમામ દાનની જાણ રાજકીય પક્ષોએ કરવી પડશે જેનાથી પારદર્શિતા વધશે.
સૂત્રોએ જણાવ્યું કે, જો આયોગના આ પ્રસ્તાવને કાયદા મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવે તો 2000 રૂપિયાથી વધુના તમામ દાનની જાણ રાજકીય પક્ષોને કરવી પડશે જેનાથી પારદર્શિતા વધશે. કમિશને એવી પણ ભલામણ કરી છે કે કોઈપણ રાજકીય પક્ષ દ્વારા મળેલા કુલ દાનના મહત્તમ 20% અથવા 20 કરોડ રૂપિયા રોકડ હોવી જોઈએ. ચૂંટણી પંચ એવું પણ ઈચ્છે છે કે, ચૂંટણી દરમિયાન ઉમેદવારોએ ચૂંટણી માટે એક અલગ બેંક ખાતું ખોલાવવું જોઈએ અને આ ખાતામાંથી તમામ વ્યવહારો કરવા જોઈએ અને આ માહિતી ચૂંટણી ખર્ચની વિગતોમાં પણ આપવી જોઈએ.